તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ RT-PCR કૌભાંડ:દિવ્ય ભાસ્કરના ખુલાસા પછી સરકાર એક્શનમાં; નકલી કોરોના ટેસ્ટ કરનારા 3 આરોગ્યકર્મીની હકાલપટ્ટી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અજાણ્યા નામો સામે જે ફોન નંબર લખાયા’તા તે હેલ્થ વર્કરના હોવાનું નાયબ મામલતદાર જય રાજાવટાએ નિવેદન નોંધ્યું. - Divya Bhaskar
અજાણ્યા નામો સામે જે ફોન નંબર લખાયા’તા તે હેલ્થ વર્કરના હોવાનું નાયબ મામલતદાર જય રાજાવટાએ નિવેદન નોંધ્યું.

રાજકોટના ખોડાપીપર ગામે આવેલા આરોગ્ય કેન્દ્રમાં ગમે તે નામ નાખીને સેમ્પલ લીધા વગર વીટીએમ ટ્યૂબ ખોલીને બંધ કરી સિવિલ હોસ્પિટલમાં મોકલી દેતા હતા. આ રીતે માત્ર ટાર્ગેટ પૂરો કરવા ષડ્યંત્ર રચ્યું હતું જે દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં ખુલ્લું પડ્યું હતું. ભાસ્કર અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ટીમે સ્થળ પર જ ઓપરેશન પાર પાડતા મેડિકલ ઓફિસર રંગેહાથ ઝડપાઈ ગયા હતા. સમગ્ર અહેવાલને પગલે મુખ્યમંત્રીએ તુરંત જ રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન અને ડીડીઓને ફોન કરીને આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

આરોગ્ય કેન્દ્રની બહાર ઊભેલા ડો.સાગર ડોબરિયાએ સ્ટાફ સાથે મળી ષડયંત્ર કર્યું.
આરોગ્ય કેન્દ્રની બહાર ઊભેલા ડો.સાગર ડોબરિયાએ સ્ટાફ સાથે મળી ષડયંત્ર કર્યું.

જેને પગલે જિલ્લા કલેક્ટર તંત્ર, જિલ્લા પંચાયત તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને સમગ્ર મામલે નિવેદનો નોંધીને પુરાવાઓના આધારે ધગધગતો રિપોર્ટ તૈયાર કરી મેડિકલ ઓફિસર ડો. સાગર ડોબરિયા, લેબ ટેક્નિશિયન દિપ્તીબેન ખાખરિયા(રૂપારેલિયા) તેમજ ડો. પ્રફુલ ઠુંમર(ધન્વંતરિ મેડિકલ ઓફિસર)ને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરાયા છે એટલે કે તેઓને નોકરી પરથી કાઢી મૂક્યા છે. પ્રફુલ અને સાગર કોન્ટ્રાક્ટ પર હતા જ્યારે દિપ્તીબેન કાયમી કર્મચારી તરીકે જોડાયેલા હતા. હવે આ રીતે કોઇ ખોટા સેમ્પલ ન ઘૂસાડે તે માટે એક ટીમ બનાવી છે જે દરરોજ આવનારા સેમ્પલનું વેરિફિકેશન કરશે.

નવી પોલિસીઃ 10% સેમ્પલ આપનારાનું વેરિફિકેશન થશે
સેમ્પલ કાંડ બહાર આવ્યા બાદ પોલિસીમાં ફેરફાર કરાયો છે. પીડીયુ મેડિકલ કોલેજના 6 તબીબની ટીમ બનાવાઈ છે. આ ટીમ આરોગ્ય કેન્દ્રો પરથી આવતા સેમ્પલનું લિસ્ટ જોશે અને તેમાંથી ઓછામાં ઓછા 10 ટકાને ફોન કરીને ખરાઈ કરશે કે ખરેખર તેમનું જ સેમ્પલ લેવાયું છે કે ડમી ઘૂસાડ્યું છે.

સેમ્પલ લીધા વગર જ ટેસ્ટ માટે ટ્યૂબ મોકલાઈ
ટેસ્ટની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલમાં તબીબો અને લેબ સ્ટાફ 24 કલાક મહેનત કરી સેવા બજાવી રહ્યા છે અને જે લોકો ખરેખર બીમાર છે તેઓને પોતાના રિપોર્ટ માટે લાંબું વેઈટિંગ છે, એવામાં અમુક કર્મચારીઓ કામ કરવાને બદલે સેમ્પલ લીધા વગર જ માત્ર ચોપડે નામ ચડાવી ટ્યૂબ ટેસ્ટિંગ માટે મોકલી રહ્યા છે. હા, આવું પડધરીના ખોડાપીપર ગામે થયું છે જેમાં લોકોના સેમ્પલ લીધા વગર જ 25-25 ટ્યૂબને ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવાય છે માત્ર આ આરોગ્ય કેન્દ્ર જ નહિ પણ ધન્વંતરિ રથ અને આરોગ્ય કેન્દ્રો ટાર્ગેટ પૂરો કરવા આવું જ કરાય છે.

કઈ રીતે સાંઠગાંઠથી થતું હતું સમગ્ર કૌભાંડ?
આરટીપીસીઆર ટેસ્ટ માટે વીટીએમ કિટ આવે છે જેમાં એક ટ્યૂબ હોય છે જેમાં કેમિકલ નાખેલું હોય છે. સ્વેબની સળીને નાકમાં નાખી તેમાંથી નમૂનો લઈ ટ્યૂબમાં નાખવાનું રહે છે ત્યારબાદ તેને પેક કરીને આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલ મોકલાય છે. જ્યારે ખોડાપીપર ગામે મેડિકલ ઓફિસર ડો.સાગર ડોબરિયા, લેબ ટેક્નિશિયન દિપ્તીબેન ખાખરિયા તેમજ ધન્વંતરિ રથના પ્રફુલ ઠુંમર સહિતનાઓએ સળી સીધા વીટીએમ ટ્યૂબમાં નાખી દે છે. આ રીતે 25 સેમ્પલ તૈયાર કરીને તેમાં મનફાવે તેવા નામો લખી નાખે તેમજ સ્ટાફના ફોન નંબર સાથે એન્ટ્રી કરતા હતા. જેથી લેબમાંથી મેસેજ આવે તો પણ સ્ટાફને જ મળતો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો