તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:કોરોના કાબૂમાં આવતા સરકારી છાત્રાલયો ખુલ્યા

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં કન્યા છાત્રાલયમાં 18, નિવાસી શાળા હોસ્ટેલ 106 વિદ્યાર્થીઓ સાથે શરૂ

વિદ્યાર્થીઓનો ઓફલાઈન અભ્યાસ શરૂ થતા શાળા-કોલેજ ધમધમવા લાગી છે. ત્યારે બહારથી અભ્યાસ માટે રાજકોટ આવતા વિદ્યાર્થીઓને રહેવા માટે સરકારી હોસ્ટેલ પણ ફરી શરૂ કરવામાં આવી છે.

વિકસતી જાતિના નાયબ નિયામક એમ.એમ. પંડ્યાના જણાવ્યા મુજબ કોવિડ ગાઈડલાઈન મુજબ બે હોસ્ટેલ શરૂ પણ થઈ ગઈ છે. જેમાં સરકારી કન્યા છાત્રાલયમાં 18 વિદ્યાર્થિનીઓ સાથે શરૂ થઈ છે. જ્યારે નિવાસી શાળા હોસ્ટેલમાં 106 વિદ્યાર્થીઓ નિવાસ કરી રહ્યાં છે. સાથે જ બે હોસ્ટેલ શરૂ કરવા કોલેજના વિદ્યાર્થીઓ અને ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓની અરજી મગાવવામાં આવી રહી છે.

જો ડિસેમ્બર સુધીમાં ત્રીજી લહેર ન આવે અને કોરોના કાબૂમાં આવી જશે તો બન્ને સમરસ હોસ્ટેલ ફરી વિદ્યાર્થીઓ માટે શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...