હવે તો શરમ કરો:સરકાર અને સંગઠન છતાં રાજકોટ ભાજપના વોર્ડવાઈઝ ધરણાં, સંક્રમણ ફેલાય તો જવાબદારી કોની? પોલીસ કમિશનર અને કલેક્ટર જવાબ આપશો

રાજકોટએક વર્ષ પહેલા
કોરોનાની ઘતક બીજી લહેરમાં ભાજપને ધરણા કરવાનું સૂઝ્યું.
  • સામાન્ય લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો મસમોટો દંડ ફટકારવામાં આવે છે

એક તરફ રાજકોટમાં કોરોનાની બીજી ઘાતક લહેર અને બીજી તરફ રાજકોટ ભાજપ દ્વારા ચારે તરફ ધરણાના કાર્યકમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં TMCના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરો પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં આજે રાજકોટમાં તમામ 18 વોર્ડ અને ચારે વિધાનસભા વિસ્તારમાં ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંક્રમણ થશે તો જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે? આ અંગે પોલીસ કમિશનર અને કલેક્ટર જવાબ આપશો તેવી માગ લોકો કરી રહ્યાં છે.

સરકારની સૂચના છતાં ભાજપના નેતાઓ ધરણા પર બેઠા
રાજ્ય સરકારની સૂચના અને રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો ઉલાળીયો ખૂદ ભાજપના નેતાઓ અને આગેવાનો કરી રહ્યાં છે. શહેરમાં સભા, સરઘસ, રેલી કે ધરણા ન યોજવા સરકારની સૂચના છતાં આજે સવારના 10 વાગ્યાથી તમામ 18 વોર્ડમાં ભાજપ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ખુદ પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર અને મ્યુ. કમિશનર મુખપ્રેક્ષક બની જોઇ રહ્યાં છે. ઠેર ઠેર ભેગા થતા નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ પૈકી સંક્રમણ વધશે તો તેનું જવાબદાર કોણ આ સવાલ જનતા અધિકારીઓને પૂછી રહી છે.

સાંસદમોહન કુંડારીયા પણ ધરણા પર બેસી ગયા.
સાંસદમોહન કુંડારીયા પણ ધરણા પર બેસી ગયા.

ધરણા કરનારા નેતાઓ સામે પ્રશાસન કોઇ પગલા ભરશે કે નહીં
રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા પણ આજે આ ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. શહેરના વોર્ડ નંબર 9માં આવેલા રૈયા સર્કલ ખાતે ધરણામાં રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા , રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મનપા સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ સહિત આગેવાનો કાર્યકર્તા જોડાયા હતા. હાલ કોરોનાની ઘાતક બીજી લહેર ચાલી રહી છે ત્યારે ધરણા કરનારા નેતાઓ સામે પ્રશાસન કોઇ પગલા ભરશે કે નહીં તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.

ધરણામાં મહિલા કાર્યકરો પણ જોડાઇ.
ધરણામાં મહિલા કાર્યકરો પણ જોડાઇ.

સામાન્ય લોકો એકઠા થાય તો દંડ ભાજપને નહીં
સામાન્ય લોકો એકઠા થાય કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો પ્રસાશન તેને મસમોટો દંડ ફટકારે છે. બીજી તરફ ભાજપ ધરણા કરા મોટી સંખ્યામાં કાર્યકરોને એકઠા કરે છે. શું પ્રસાશન આની વિરૂદ્ધ કોઇ પગલા ભરશે કે નહીં તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. હવે તો શરમ કરો નેતાઓ ગુજરાતની હાલત બદતર કરીને ધરણા પર બેઠા છો તે કેટલું યોગ્ય ગણાય તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે. શું ભાજપના નેતાઓને કોરોના નડતો નથી, શું તેમને કોઇ નિયમો લાગુ પડતા નથી તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યાં છે.

આ રીતે ધરણા કરી સંક્રમણ ફેલાશે તો જવાબદારી કોની?
આ રીતે ધરણા કરી સંક્રમણ ફેલાશે તો જવાબદારી કોની?

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના ધરણા
રાજકોટમાં આજે પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરો પર થયેલી હિંસાના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે વોર્ડ નં.13ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા રાજકોટમાં એક માસમાં 4000 લોકોના મોત થયા તેના વિરોધમાં અને અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર પણ ધરણા પર બેઠા હતા.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર પણ ધરણા પર બેઠા હતા.
અન્ય સમાચારો પણ છે...