નોટિસ:ગોપાલ ડેરીએ ગેરકાયદે 6 ડ્રેનેજ કનેકશન લીધા, મીટર બંધ કર્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેન ધામેલિયાએ કહ્યું, ‘જૂના લોકોએ કર્યું હશે’
  • વિપક્ષે અધિકારીઓનો કાન આમળતા નોટિસ પાઠવાઈ, કનેકશન રેગ્યુલરાઈઝ કર્યા અને મીટર ચાલુ કરાવ્યું

રાજકોટની દૂધ ઉત્પાદક સહકારી મંડળી એવી ગોપાલ ડેરીમાંથી ગેરકાયદે એક બે નહિ પણ 6 ગેરકાયદે ડ્રેનેજ કનેકશન મળી આવ્યા છે આ ઉપરાંત ગંદા પાણીના નિકાલ માટે મનપાએ જે મીટર મુક્યા હોય તે પણ બંધ કરીને ટેક્સ ચોરી કરી છે. આ સમગ્ર મામલે મનપાના અધિકારીઓએ પણ આંખ આડા કાન કર્યા હતા પણ વિપક્ષી નેતાએ પ્રશ્ન પૂછતા ધરાર કામગીરી કરવી પડી હતી અને બે દિવસ પહેલા સુધી કાર્યવાહી કરીને મીટર ચાલુ કરાવ્યા હતા.

વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ પ્રશ્ન કર્યો હતો કે ગોપાલ ડેરીમાં ડ્રેનેજના કેટલા કનેકશન છે તેમજ કેટલા ગેરકાયદે આપેલા છે આ ઉપરાંત ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલ માટે કનેકશન છે તેની હાલત કેવી છે. આ બધા પ્રશ્નોના જવાબ આપતા અધિકારીઓને આપવો ન હતો પણ જો ના પાડે તો અનેક કૌભાંડ ખુલી શકે તેમ હોવાથી ગોપાલ ડેરીમાં કાર્યવાહી કરાઈ હતી અને છ ગેરકાયદે કનેકશન બદલ નોટિસ આપી રેગ્યુલરાઈઝ કરી આપ્યા હતા. આ ઉપરાંત ટ્રીટેટ વોટરના નિકાલ દરમિયાન મિટર મૂકાય છે જેના આધારે મનપાને ચૂકવણી કરવાની હોય છે તે મીટર પણ બંધ હતા જે નવા મૂકાયા છે.

આ સમગ્ર ગેરરીતી મામલે વર્તમાન ચેરમેન ગોરધન ધામેલીયાને પ્રશ્ન કરાતા તેમણે પોતાની જવાબદારી ખંખેરી નાખી હતી અને કહ્યુ હતુ કે, ‘હુ તો હજુ એક જ વર્ષથી આવ્યો છુ આ બધુ જ મારી પહેલાના લોકોના સમયગાળા દરમિયાન થયુ છે. ગેરકાયદે કનેકશનની વાત મને અત્યારે ખબર પડી જે મામલે હવે તપાસ કરાવીશુ’.

અન્ય સમાચારો પણ છે...