તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવાઈ સેવા:સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર, રાજકોટ એરપોર્ટ પર આજથી નવી 4 ફલાઇટની શરૂ, ફલાઈટને વોટર કેનનથી સલામી

એક મહિનો પહેલા
રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટનું વોટર કેનનથી સ્વાગત.
  • મુંબઈ અને દિલ્હી સહિત 11 ફલાઇટ ઉડાન ભરશે
  • શહેરમાં હવાઇ સેવા વધુ ઉપયોગી નિવડશે

રાજકોટ એરપોર્ટ પર આજથી રાજકોટ હૈદરાબાદ,મુંબઇ,દિલ્હી અને બેંગ્લોર મળી કુલ નવી 4 ફ્લાઇટનું આગમન થઇ રહ્યું છે. આ સમયે એરપોર્ટ પર આવતી ફ્લાઇટનું ફાયર વિભાગ દ્વારા વોટર કેનન મદદથી સલામી આપવામાં આવી હતી. રાજકોટ હૈદરાબાદ, બેંગ્લોર, દિલ્હી અને મુંબઇ માટે વધુ એર કનેક્ટિવિટી થવાથી રાજકોટ અને સૌરાષ્ટ્ર ભરના મુસાફરો તેમજ રાજકોટ,મોરબી,જામનગર,પોરબંદર સહીતના વિસ્તારના વેપારીઓ માટે પણ ફાયદો થવાનું માનવામાં આવી રહ્યું છે.

મુંબઈની 5 ફલાઈટ સહિત 10 ફલાઈટનો સમાવેશ
રાજકોટ એરપોર્ટ ઉપર આજથી વિમાનોનો ટ્રાફિકફુલ થઈ ગયેલ છે. અને દિવસ દરમિયાન કુલ 11 ફલાઈટની આવન-જાવનના કારણે આખો દિવસ એરપોર્ટ સતત ધમધમતુ થઇ ગયું છે. રાજકોટ એરપોર્ટ ઉપર હાલમાં કુલ 7 ફલાઇટ ઉડાન ભરતી હતી અને આજથી વધુ 4 ફલાઇટ ઉમેરો થતા 11 ફલાઈટના સમયપત્રક જાહેર કરી દેવાયા છે. જેમાં આજથી દરરોજ મુંબઈની 5 ફલાઈટ, દિલ્હીની 3 ફલાઈટ, બેંગલોરની 2 અને હૈદરાબાદની 2 ફલાઈટનો સમાવેશ થાય છે.

રાજકોટમાં હવાઇ સેવા વધુ ઉપયોગી નિવડશે
બીજી તરફ ઇન્ડિગો કંપનીના અધિકારીઓએ રાજકોટ એરપોર્ટના ડાયરેકટર દિગંતા બોરાહ અને ઓએસડી સંજય ભુવા સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી મે માસના બદલે માર્ચ માસમાં જ ફલાઇટ શરૂ કરવા તત્પરતા દાખવી છે. રાજકોટ એરપોર્ટથી હાલ રાજકોટ-મુંબઇ, રાજકોટ દિલ્હીની ડેઇલી 4 ફલાઇટનું આવાગમન થઇ રહ્યું છે. બેેંગ્લોરની ફલાઇટ શરૂ થતા સ્પાઇસ જેટ, ઇન્ડિગો, એર ઇન્ડિયાની મળી કુલ 10 ફલાઇટનું ઉડ્ડયન થતા હવાઇ મુસાફરો-વેપારીઓ, ઉદ્યોગકારોને હવાઇ સેવા વધુ ઉપયોગી નિવડશે.

ફ્લાઇટનું સમયપત્રક

ફલાઇટ રૂટસમયએર લાઇન્સ
રાજકોટ-મુંબઇ6.40એર ઇન્ડિયા
રાજકોટ-દિલ્હી7.40સ્પાઇસ જેટ
રાજકોટ-મુંબઇ8.40સ્પાઇસ જેટ
રાજકોટ-હૈદરાબાદ9.40સ્પાઇસ જેટ
રાજકોટ-મુંબઇ12.15ઈન્ડિગો
રાજકોટ-દિલ્લી13.00ઈન્ડિગો
રાજકોટ-બેંગ્લોર15.00સ્પાઇસ જેટ
રાજકોટ-હૈદરાબાદ16.00ઈન્ડિગો
રાજકોટ-દિલ્લી17.00એર ઇન્ડિયા
રાજકોટ-મુંબઇ18.15એર ઇન્ડિયા
રાજકોટ-મુંબઇ19.40સ્પાઇસ જેટ
રાજકોટ-બેંગ્લોર20.15ઇન્ડિગો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો