તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ડ્રેગન ફ્રૂટનું નામ ‘કમલમ’ થતા ખેડૂતોને અચ્છે દિન, બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 1.25 લાખની સહાય

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરતીપુત્રોને બાગાયત તરફ વાળવાનો પ્રયાસ કે નવા નામનું પરિણામ?

ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને ગુજરાત સરકારે ‘કમલમ’ કર્યું હતું. જોકે આ નામ બદલવાથી સરકારને ફાયદો થાય કે ન થાય ખેડૂતોને ફાયદો થશે. કારણ કે, ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા ઈચ્છતા ખેડૂતોને સરકાર મોટી સહાય આપી રહી છે. જેમાં ખેડૂતોને વધુમાં વધુ 2.50 લાખ સહાય મળી શકે છે.રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટને ‘કમલમ’ નામ આપ્યું હતું. આ નવા નામને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ હતી.

જોકે બદલાયેલા નામ સાથે ખેડૂતોને કંઈ લેવા દેવા નહોતા, પરંતુ હવે ખેડૂતો માટે આ નામ લાભદાયી થશે. ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો પાસેથી હાલ સહાય માટે અરજી મગાવવામાં આવી રહી છે. જેમાં હેક્ટર દીઠ 2.50 લાખ ખર્ચ હિસાબે 50 ટકા સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવશે. જેમાં બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતો લાભ લઈ શકશે. હેક્ટરે દીઠ 1.25 લાખ સહાય એટલે બે હેક્ટરમાં ડ્રેગનની ખેતી કરવા ઈચ્છુક ખેડૂતને કુલ 2.50 લાખ સહાય મળવા પાત્ર છે.

ખેડૂતોએ કરવી પડશે ઓનલાઈન અરજી
હેક્ટર દીઠ 1.25 લાખ મળી બે હેક્ટરની ખેડૂતોને 2.50 લાખ સહાય મળશે. જે ખેડૂતોએ અરજી કરી હશે તેવા ખેડૂતોને આ સહાય મળવાપાત્ર છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. ઓનલાઈન અરજીમાં ખેડૂતોએ જરૂરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે. બાદમાં અરજી કરનાર ખેડૂતને સહાય મળી શકે છે.

ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ખર્ચ સાથે મથામણ વધુ
બાગાયત ખેતીમાં શરૂઆતના તબક્કે ખર્ચ વધી જતો હોવાથી મોટાભાગના ખેડૂતો ખેતી કરી નથી શક્તા. તેમાં પણ ડ્રેગન ફ્રૂટની ખેતીનો ખર્ચ તો સૌથી વધુ છે. ડ્રેગનના વાવેતર માટે સિમેન્ટના થાંભલાનું માળખું પણ કરવું પડે છે. જેથી ડ્રેગનની ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો પણ લાંબા સમયથી સહાયની માંગ કરી રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...