કોર્પોરેટ ગૌશાળાના માલિકનું સન્માન:ગોંડલના રમેશભાઈ રૂપારેલિયાને રાજ્યપાલના હસ્તે ‘ઇન્ડિયા એનિમલ હેલ્થ એવોર્ડ’ મળ્યો, વર્ષે 4 કરોડનું ટર્નઓવર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રમેશભાઈ રૂપારેલિયાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો. - Divya Bhaskar
રમેશભાઈ રૂપારેલિયાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો.

ગોંડલના વોરાકોટડા ગામમાં રહેતા અને ગીર ગૌ જતન સંસ્થા ગૌશાળાના ચેરમેન રમેશભાઈ રૂપારેલિયાને તેમની ગૌ નિષ્ઠા પ્રતિ લગાવ, ગૌપ્રેમ અને ગૌધન માર્ગદર્શનની ઊંડી સમજથી સમગ્ર ગુજરાત જાણકાર છે. તેમની અનેકવિધ પ્રવૃત્તિઓની આખા ભારતમાં નોંધ છે. તેઓ અત્યાર સુધીમાં અનેક દેશો સાથે ગૌસંવર્ધન અને પ્રોડક્ટના માધ્યમથી ગુજરાતને પ્રથમ હરોળમાં લાવ્યા છે. જેની નોંધને તાજેતરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમને ‘ઇન્ડિયા એનિમલ હેલ્થ એવોર્ડ 2022’ એનાયત થયો હતો. જે જરાત તેમજ ગોંડલ માટે ગૌરવની વાત છે. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ છે. ઉલ્લેખનીય છે કે, રમેશભાઈએ એક વર્ષમાં વર્ષમાં ગૌશાળામાંથી 4 કરોડનું ટર્નઓવર કર્યું હતું.

150 ગીર ગાય સાથે ગૌશાળા ચલાવી રહ્યા છે રમેશભાઈ રૂપારેલિયા 150 ગીર ગાય સાથે ગૌશાળા ચલાવી રહ્યા છે. આ ગાયના પંચગવ્યમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી ગૌશાળાએ આશરે ચાર કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર હાંસલ કર્યું છે. અહીં ઘીનો ભાવ સાંભળી ચક્કર આવી જાય, કારણ કે એક કિલોનો ભાવ 7000થી લઈને 50,000 હજાર રૂપિયા સુધીનો છે. આ ગૌશાળામાં બનતી 170 પ્રોડક્ટ 123 દેશમાં નિકાસ થાય છે. રમેશ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, ગાયનું નામ પડે એટલે ધાર્મિક વાતો યાદ આવે. ગાયને હંમેશાં ધાર્મિક દૃષ્ટિએ જોવામાં આવે છે, પરંતુ ગાય એ આવકનું પણ સર્વશ્રેષ્ઠ સાધન છે.

ગૌશાળામાં બનતી 170 પ્રોડક્ટ 123 દેશમાં નિકાસ થાય છે.
ગૌશાળામાં બનતી 170 પ્રોડક્ટ 123 દેશમાં નિકાસ થાય છે.

ગાયના પંચગવ્યથી નાના ઉદ્યોગોને પાછળ રાખી દીધા
રમેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જો ગાયના પંચગવ્યનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો નાના ઉદ્યોગને પણ પાછળ રાખી દે એટલી આવક થકી થઇ શકે છે. આ વાત અમે સાબિત કરી બતાવી છે. દેખાવમાં જૂના જમાનાની યાદ અપાવતી ગૌશાળા વાસ્તવિકતામાં આજના ઉદ્યોગોને પણ આવકમાં પાછળ રાખી દે છે. ગત નાણાકીય વર્ષમાં આ ગૌશાળાએ ચાર કરોડ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કર્યું છે.

ગૌશાળાને જ ઉદ્યોગ બનાવી નાખી.
ગૌશાળાને જ ઉદ્યોગ બનાવી નાખી.

6 હજારથી 1,80,000 રૂપિયાના પગારદાર રાખ્યા
રમેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે ત્યાં ઉદ્યોગમાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે એ તો આપણે સાંભળ્યું છે, પરંતુ ગૌશાળામાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે એ વાત સાંભળીને તમને પણ નવાઈ ચોક્કસ લાગશે. અમેરિકા, યુકે, ન્યૂઝીલેન્ડ, ઓમાન, UAE, અરબ સહિતના દેશોમાં અહીં બનતી વસ્તુઓની નિકાસ થાય છે. બીજી નવાઈની વાત એ છે કે આ ગૌશાળામાં કોમ્પ્યુટર એન્જિનિયરથી લઈને 20 જેટલા કોમ્પ્યુટર ઓપરેટર ગૌશાળામાં નોકરી કરે છે. અહી 100 જેટલા લોકો નોકરી કરે છે, જેમાં 6 હજારથી લઈને 1,80,000 રૂપિયાના પગારદાર નોકરી કરે છે.