તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકોટ:87 દિવસ બાદ સાળંગપુરનું હનુમાનજી મંદિર અને ગોંડલનું અક્ષર મંદિર ખૂલ્યું, હરિભક્તો આરતીમાં હાજર રહી શકશે નહીં

4 મહિનો પહેલા
  • મંદિરમાં સેનિટાઈઝર મશીનોની ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ

ગોંડલનું સુપ્રસિદ્ધ અક્ષર મંદિર આજથી હરિભક્તો માટે ખૂલ્લુ મુકવામાં આવ્યું છે. સવારે 8થી 10 અને સાંજે 4થી 6 વાગ્યા વચ્ચે ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. મંદિરની અંદર દર્શનાર્થીઓ દંડવત અને પ્રદક્ષિણા કરી શકશે નહીં. આ સાથે જ ભક્તો આરતીમાં પણ ઉપસ્થિત રહી શકશે નહીં. સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરની અંદર સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝર મશીનોની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે કે ગોંડલની અક્ષર ડેરી વિશ્વમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. 

મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત
આજથી તમામ શ્રદ્ધાળુઓ માટે ગોંડલના અક્ષર મંદિરના દ્વાર ખૂલ્લા મુકવામાં આવ્યાં છે. જેમાં સરકારની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સેનિટાઈઝ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના દ્વાર ખુલતા ભક્તોએ ધન્યતા અનુભવી
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના દ્વાર આજથી ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. ત્યારે ભક્તોએ દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી. મંદિરની અંદર સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આવનાર તમામ દર્શનાર્થીઓ માત્ર દર્શન ખુલ્લા રહેશે, પરંતુ આરતીનો લ્હાવનો લઈ શકશે નહિં. આમ 87 દિવસ બાદ દાદાના દર્શન કરીને હરિભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો