તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અઢળક આવક:ગોંડલ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગમાં ગોંડલીયા મરચાની બમ્પર આવક,નેશનલ હાઇવે પર 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી

ગોંડલએક મહિનો પહેલા
  • 50 હજાર ભારી મરચાની આવકનો અંદાજ

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગમાં ગોંડલીયા મરચાની બમ્પર આવક થઇ છે. આથી યાર્ડ સત્તાધિશો દ્વારા આવક બંધ કરવાની ફરજ પડી છે. યાર્ડની બહાર મરચા ભરેલા વાહનોની લાંબી લાઇન લાગેલી છે. ખેડૂતો ગત રાતથી જ મરચા અને વિવિધ જણસો વેચવા માટે યાર્ડમાં આવી ગયા છે. હાલ નેશનલ હાઇવે પર મરચા ભરેલા ટ્રકની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે.

50 હજાર ભારી મરચાની આવક
ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની આવક વધી જતા મરચા ઉતારવાની પણ જગ્યા રહી નથી. આજે યાર્ડમાં 50 હજાર ભારી મરચાની આવક થઇ છે. આજે પણ યાર્ડ બહાર મરચા ભરેલા વાહનોની લાંબી લાઇન લાગી છે. પરંતુ યાર્ડ સત્તાધિશો દ્વારા જગ્યા ન રહેતા આવક બંધ કરી છે.

ગોંડલ માર્કેટ યાર્ડ મરચાથી ઉભરાયું.
ગોંડલ માર્કેટ યાર્ડ મરચાથી ઉભરાયું.

માર્કેટ યાર્ડના ચેરમેને મરચા સુકવીને લાવવા અપીલ કરી
ગોંડલ વિસ્તારમાં ખેડુતોએ કાશ્મીરી મરચાનું વાવેતર કરેલ છે. જે અંદાજે બે મહીના પછી બજારમાં આવશે. જેનો ભાવ અંદાજે રૂ. 5000 ઉપર નીકળે તેવી શકયતા છે. આ વર્ષે સતત વરસાદને કારણે મરચાના પાકને ખુબજ નુકસાન થયેલ હોવાથી ઉત્પાદનમાં ઘટાડો થશે. જેથી ભાવ ગત વર્ષ કરતા ઉંચા ભાવ રહેવાની ધારણા રહેલ છે. ચેરમેન ગોપાલભાઇ શીંગાળા તથા વાઈસ ચેરમેન કનકસિહ જાડેજાએ ખેડુતભાઇઓને મરચા સુકવીને લાવવા અપીલ કરેલ છે. જેથી કરીને પુરતા ભાવ ખેડુતોને મળી રહે.

મરચા ઉતારવાની પણ જગ્યા રહી નથી
મરચા ઉતારવાની પણ જગ્યા રહી નથી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો