તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:ગોંડલનાં પાચીયાવદરના યુવકે પોતાના જન્મદિવસે ગામના જમીન વિહોણા પરિવારો માટે અકસ્માત વીમો લીધો

રાજકોટ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ યુવક 10 વર્ષ સુધી વીમાનું પ્રીમિયમ ભરશે

મોરના ઈંડા ચીતરવા ન પડે આ કહેવતને ગોંડલ તાલુકાના પાચીયાવદર ગામે રહેતા આગેવાન યુવાન દિગ્વિજયસિંહ દિલીપસિંહ જાડેજાએ યથાર્થ કરી છે. જેઓ પાચીયાવદર ગામે રહી પોતાના ગામને એક આદર્શ ગામ બનાવવાની નેમ ધરાવે છે. બાળ વયથી જ સ્વર્ગસ્થ પિતાના પરોપકારના કાર્યો નિહાળતા હોય પોતાના પિતા ગામના લોકો માટે પોતાના પરિવારની પરવા કર્યા વગર ગરીબો માટે હંમેશા મદદરૂપ થતાં. સ્વર્ગસ્થ પિતાની પ્રેરણા પરથી આ યુવકે પોતાના જન્મદિવસ નિમિત્તે ગામના જમીન વિહોણા પરિવારો માટે અકસ્માત વીમો લીધો છે.

અઢી લાખનો અકસ્માત વીમો લીધો
સ્વર્ગસ્થ પિતા પાસેથી મેળવેલ સેવાના ગુણોને લઈ ગામના જમીન વિહોણા દરેક પરિવારો માટે કંઈક કરવું હતું. જેથીએ પરિવારોને કટોકટી અને સંકટના સમયે કોઈપણ પ્રકારની આર્થિક ચિંતા ન કરવી પડે એ માટે સતત ચિંતનના અંતે વિચાર કરી જમીન વોહોણા તમામ પરીવારો માટે રૂપિયા 2 લાખ 50 હજારનો અકસ્માતનો વીમો લીધો છે અને 10 વર્ષ સુધી તેનું પ્રીમિયમ પણ ભરશે.

દિગ્વિજયસિંહ જાડેજાએ જન્મદિવસે અકસ્માત વીમો આપ્યો
દિગ્વિજયસિંહ જાડેજાએ જન્મદિવસે અકસ્માત વીમો આપ્યો

લોકો માટે અનેક સેવાકીય કામ કરે છે
આ ઉપરાંત પાંચિયાવદર ગામમાં તમામ જ્ઞાતિજનોની સાથે રાખી એક ગ્રામ વિકાસ કમિટી બનાવી 100 ટકા ગામનો વહીવટ પારદર્શક ચાલે છે. ગામમાં 100 ટકા ભૂગર્ભ, સી.સી.રોડ,પાણી પીવા માટે રૂ.5 માં 20 લીટર ફિલ્ટર પાણી આપવામાં આવે છે. શ્રી રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ, ગોંડલના છેલ્લા દશ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે. આ સંસ્થા દ્વારા અશક્ત પરિવારોને શિક્ષણ, મેડીકલ, લગ્ન સહાય, રાશન કીટ વિતરણ વિવિધ સેવાકીય પ્રવૃતિ તેમજ સહકારી ક્ષેત્રમાં મેં.ડિરેક્ટર શ્રી ભગવત મંડળ સાથે જોડાય ઉકાળા વીતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, અમૃતમ કાર્ડ કેમ્પ લોક લોક ઉપયોગી અનેક કાર્યો સાથે જોડાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો