લોહિયાળ ધુળેટી:ગોંડલમાં યુવકની નિર્મમ હત્યા, લાશ પાસે લોખંડના પાઇપ અને રક્તરંજીત પથ્થર મળ્યો, પોલીસ ઘટના સ્થળે પહોંચી

ગોંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધુળેટીની પરોઢિયે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી - Divya Bhaskar
ધુળેટીની પરોઢિયે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી
  • પોલીસે બનાવ અંગે યુવકના પરિવારજનોને જાણ કરી હત્યા શા માટે થઇ અને હત્યા કોણે કરી તે અંગે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા

ગોંડલ શહેરના મોવિયા રોડ ખાતે ફૂલવાડી કોમ્પ્લેક્ષ નજીક પરોઢિયે યુવાનની નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. લોખંડના પાઇપ અને પથ્થરના ઘા મારી હત્યા કરાયેલ હાલતમાં કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામના યુવાનની લાશ મળી આવતાં પોલીસે દોડી જઈ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા

નોનવેજની હોટલ નજીક લાશ મળી
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મોવિયા રોડ પર બ્લ્યુ સ્ટાર નોનવેજની હોટલ નજીક ધુળેટીની પરોઢિયે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હોવાની સિટી પી.આઈ સંગાડા તેમજ એલસીબી પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી તપાસના ચક્રોગતિમાન કરી યુવાનની ઓળખ મેળવવા કવાયત હાથ ધરાઇ હતી.

પોલીસે દોડી જઈ તપાસના ચક્રોગતિમાન કર્યા
પોલીસે દોડી જઈ તપાસના ચક્રોગતિમાન કર્યા

પોલીસ દ્વારા CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા
આ દરમિયાન પોલીસને સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, હત્યા કરાયેલ યુવાન કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામનો રમેશભાઈ નરસિંહભાઈ જાદવ છે પોલીસે બનાવ અંગે તેમના પરિવારજનોને જાણ કરી હત્યા શા માટે થઇ અને હત્યા કોણે કરી તે અંગે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા આસપાસના વિસ્તારના CCTV કેમેરા ચેક કરવામાં આવી રહ્યા હતા ઘણા લોકોની અવર-જવર પણ તેમાં દેખાઈ આવી રહી છે ખાસ કરીને બનાવ વહેલી સવારે બન્યો હોવાનું પોલીસે તારણ કાઢી રહી છે યુવાનના મૃતદેહને પાસે લોખંડનો પાઈપ તેમજ લોહિયાળ પથ્થર પણ મળી આવ્યો હોય પોલીસે તે પણ કબજે કરી તપાસ હાથ ધરી છે.

(હિમાંશુ પુરોહિત અને દેવાંગ ભોજાણી ​​​​​​,ગોંડલ)