સ્પષ્ટતા:નવો બ્રિજ બનાવવા ગોંડલ રોડ ચોકડી વાહનો માટે એક વર્ષ સુધી બંધ : રવિવારથી અમલ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ તરફથી આવતા ભારે વાહનો રિંગ રોડ-2 પરથી જામનગર હાઈવે જઈ શકશે
  • ગોંડલ રોડ ચોકડીથી અમદાવાદ-ભાવનગર હાઈવે તરફ જવા કોઈ સ્પષ્ટતા નહીં

રાજકોટની ગોંડલ રોડ ચોકડીએ નેશનલ હાઈવે ઓથોરિટી બ્રિજ બનાવી રહી છે તે કામગીરીને લઈને એક વર્ષ સુધી આ ચોકમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું રાજકોટ જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું છે જેનો અમલ તા.10 રવિવારથી શરૂ કરાશે.

આ જાહેરનામા મુજબ ગોંડલ તરફથી આવતા ખોડિયાર પોલીસ ચોકીથી ગોંડલ ચોકડી સુધી તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વૈકલ્પિક રસ્તા માટે બે જોગવાઈ કરાઈ છે જેમાં ભારે પ્રકારના વાહનો એટલે કે ટ્રક, બસ, ટેન્કર કોરાટ ચોક પરથી રિંગ રોડ-2 પર જશે અને ત્યાંથી રાજકોટ-જામનગર હાઈવે જવાનું રહેશે. જ્યારે ફોર વ્હિલર, ટુ વ્હિલર, થ્રી વ્હિલર, એલએમવી સહિતના વાહનો ખોડિયાર પોલીસ ચોકીની બાજુથી પસાર થતા પુનિતનગર મેઈન રોડ પરથી 150 ફૂટ રિંગ રોડ પર આવી શકશે. આ તમામ જગ્યાઓએ જવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાઈન બોર્ડ પણ મૂકશે.

કોરાટ ચોક પર વન વે બનશે ટ્રાફિકજામનું કારણ
ગોંડલ હાઈવે પરથી જ્યાં નવો રિંગ રોડ-2 શરૂ થાય છે ત્યાં ચોક કે સર્કલ બનાવાયું નથી. આ કારણે કોઠારિયા તરફથી આવતા વાહનોએ સર્વિસ રોડ પર એકથી દોઢ કિ.મી. સુધી ચાલવું પડે છે આ કારણે બંને તરફના ટ્રાફિક એક જ સર્વિસ રોડ પર ભેગા થતા ટ્રાફિક થાય છે. હવે એક જ રસ્તો વધતા ત્યાં ટ્રાફિક જામની સમસ્યા વધશે. આ ઉપરાંત નવા રિંગ રોડ-2ની પહોળાઈ પણ ઓછી હોવાથી વાહનોની કતારો જ લાગેલી જોવા મળશે.

માલધારી ફાટકથી 150 ફૂટ રિંગ રોડ જવા અસ્પષ્ટતા
જાહેરનામા મુજબ કોરાટ ચોકથી ગોંડલ ચોક સુધી જવા પર પ્રતિબંધ છે. ચોક પાસે જ આવેલા માલધારી ફાટકથી બ્રિજ નીચે જઈ શકાશે કે નહિ તેનો ઉલ્લેખ કરાયો નથી. જો આ માર્ગ પણ બંધ કરી દેવાય તો તે વિસ્તારના ઔદ્યોગિક એકમો અને રહેવાસીઓને સ્વાતિ હાઈરાઈઝથી હાઈવે ત્યાંથી હુડકો ચોકડીથી ફરીને 150 ફૂટ રિંગ રોડ જવાની સ્થિતિ રહેશે.

અન્ય સમાચારો પણ છે...