સરાહનિય:ગોંડલનાં ચિત્રકાર મુનિર બુખારીએ મુંબઈમાં વોલ પેઈન્ટ કરી કોરોના યોદ્ધાઓને સલામી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુનિર બુખારીએ કોરોના યોદ્ધાઓને અનોખા અંદાજમાં સલામી આપી
  • માહિમ રેલવે સ્ટેશનમાં 28 પોટ્રેઇટ બનાવ્યાં

કોરોનાથી સમગ્ર માનવજાત ભયભીત બનીને ઘરમાં બેસીને અનેક ઉપાયો શોધી રહી છે. લોકડાઉનના 60 દિવસોમાં અનેક વિટંબણાઓ સામે આવી અને ઘણા લોકોને નિ:સહાય બનાવી દીધા. આવી કપરી પરિસ્થિતિમાં આપણે પણ બાકાત રહી શક્યા નથી. સમગ્ર માનવજાતના અસ્તિત્વ સામે બાથ ભીડનારા આવા કપરા કાળમાં ડૉક્ટર, પોલીસ, સફાઈ કામદાર અને કોરના યુદ્ધાઓને બિરદાવવા ગોંડલના ચિત્રકાર મુનિર બુખારીએ મુંબઇમાં માહિમ રેલવે સ્ટેશનમાં 28 પોટ્રેઇટ રંગોથી બનાવીને તેને વોલ પર ઢાળીને સપ્તરંગી સામ્રાજ્ય ઉભુ કર્યું છે અને અનોખા અંદાજમાં કોરોના યોદ્ધાઓને સલામી આપી છે.

મુનિર બુખારીએ મુંબઈમાં ગોંડલનું નામ રોશન કર્યું 
આવા કપરા સમયમાં મુનિર બુખારીને જ્યારે પેઈન્ટિંગ કરવાનું આમંત્રણ મળ્યું ત્યારે મુંબઈમાં કોરોનાં પોઝિટિવ કેસ વધારે હોવાથી કામ કરવાની ઈચ્છા નહોતી. પણ જ્યારે ખબર પડી કે ત્યા કોરોનામાં આપણા યોદ્ધાઓ જે આપણા માટે પરિવારથી દૂર રહીને ખડેપગે કામ કરે છે. તેમનાં પોટ્રેઇટ બનાવવાના છે, તો કંઈ પણ વિચાર કર્યા વગર મુનિર બુખારીએ આમંત્રણને સ્વીકારી લીધું. ગોંડલનું ગૌરવ મુનિર બુખારીએ રાષ્ટ્રધર્મનું કામ કરીને કલાજગતને ઉજળું કર્યું છે. મુંબઈમાં ગોંડલનું નામ રોશન કર્યું છે. સ્ટાર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન, એશિયન પેઈન્ટ્સ અને મુંબઇ વેસ્ટર્ન રેલવેના સહયોગથી મુનિર બુખારીએ આ કામ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...