તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ગોંડલમાં રાત્રે 3-4 વાગે દુકાનો ખુલે છે અને પાનબીડી, મસાલાના કાળા બજાર શરૂ: પાલિકાના વોટર્સ વર્કસ શાખાના ચેરમેનનો આક્ષેપ

ગોંડલ9 મહિનો પહેલા
મધરાત્રે પાન-મસાલાની દુકાનો ખુલે છે અને કાળા બજારનો ધંધો શરૂ થાય છે તેવો આક્ષેપ કર્યો
  • સોપારી, પાનબીડીના વેપારીઓ તંત્રની મીઠી નજર હેઠળ કાળઆ બજાર કરે છે

ગોંડલ નગરપાલિકાના વોટર વર્કસ શાખાના ચેરમેન અનિલભાઈ માધડે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન, જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને ફરિયાદ કરી છે કે ગોંડલ સોપારી, પાનબીડીના વેપારીઓ દ્વારા તંત્રની મીઠી નજર તળે કાળાબજાર કરવામાં આવી રહ્યા છે. જેમાં ફાયર સ્ટેશનની સામે આવેલ રામ ટ્રેડર્સ, માંડવી ચોકમાં આવેલ હરગોવિંદ માવજી તુલસી એજન્સી, ગેલેક્સી એજન્સી ગુંદાળા રોડ, ખાતરા ટ્રેડર્સ કૈલાશ કોમ્પલેક્ષ, સાઇના લિંગુ, નાની મોટી બજારમાં આવેલ હોલસેલ વેપારીઓ, કૈલાશ બાગ મામાદેવના મંદિર સામે, ત્રણ ખુણીયાની અંદર આવેલ કોમ્પલેક્ષમાં બે ત્રણ વેપારીઓ સહિતના વેપારીઓ મધરાત્રે 3-4 વાગ્યે પાન તમાકુનો જથ્થો કાઢી આપે છે અને દિવસના તેના ધૂમ કાળાબજાર થઈ રહ્યા છે.

બાહુબલીઓને રાત્રે પ્રોટેક્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે

અનિલભાઇ માધડે વધુમાં જણાવ્યું હતું કે, સોપારીનો ભાવ 1 કિલોનો 1000થી પણ ઉપરનો છે, સો ગ્રામ તમાકુના ડબ્બાના ભાવ 1200 રૂપિયા બોલાય છે. ચૂનાના પાઉચનો ભાવ સાડા ત્રણ રૂપિયા તેમજ શિવાજી બીડી 30 નંબર બીડીની ઝૂડીના ભાવ 120 રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે. સિગારેટના પાકીટના ભાવ 300થી લઇ 600 વસૂલવામાં આવી રહ્યા છે. જો આ અમારી ફરિયાદ ખોટી હોય તો અમો રાજકારણ અને જાહેર જીવન છોડી દઈશું તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પ્રશાસન દ્વારા હોલસેલ વેપારીઓના ચોપડા કબ્જે કરી લોકડાઉનમાં શટર ઉંચા કરી માલ વેચવાનો પર્દાફાશ કરવાની તાતી જરૂરિયાત છે જેથી કરી ગુનેગારોને સજા મળે અને નિર્દોષ પ્રજા લૂંટાતી બચે તેવી અમારી માંગ છે. અમારી પાસે પૂરતી માહિતી છે કે આ કાળા બજારનો ધંધો બાહુબલીઓના આદેશથી અને તંત્રની મીઠી નજર તળે ચાલી રહ્યો છે. બાહુબલીઓને રાત્રે પ્રોટેક્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના સોશિયલ મીડિયામાં ઘણા ફોટા અને વીડિયો વાઇરલ પણ થયેલા છે. આ સાથે અમારી માંગ પણ એ છે કે ઉપરોક્ત વેપારીઓની આસપાસના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચેક થવા જોઈએ.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો