તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સાહ:ગોંડલ ન.પા.ની જનરલ બોર્ડમાં 22 કમિટીના ચેરમેનની વરણી, ઢોલ-નગારાના તાલે રૂપિયા ઉડાડી ઉજવણી કરાઇ

રાજકોટએક મહિનો પહેલા
રૂપિયા ઉડાડી ઉજવણી કરાઇ.
  • ઉજવણી વખતે કાર્યકરો માસ્ક વગર જ જોવા મળ્યાં

ગોંડલ નગરપાલિકામાં આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખે આજે ખાતાની ફાળવણી કરીને ચેરમેનોના નામ જાહેર કર્યા હતા. જનરલ બોર્ડમાં 22 જેટલી કમિટીના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. બાદમાં ભાજપના કાર્યકરો અને ચેરમેનો ઉત્સાહમાં આવી ગયા હતા અને ઢોલ-નગારાના તાલે રૂપિયા ઉડાડી ઉજવણી કરી હતી. ઉજવણી વખતે કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યાં હતા.

22 કમિટીના ચેરમેનની નિમણુંક કરાઇ
1.એમ.બી.કોલેજ- શીતલ કોટડીયા
2.બાંધકામ કમિટી- આશિફ ઝીકરિયા
3.ટાઉન પ્લાનિંગ કમિટી- શૈલેષ રોકડ
4.વોટર વર્ક્સ- રાજુ ધાના
5.વીજળી શાખા- અશ્વિન પાંચાણી
6.વાહન વ્યવહાર- જીજ્ઞેશ ઠુમ્મર
7.સેનિટેશન શાખા- હંસા માધડ
8.બાલાશ્રમ કમિટી- અનિતા રાજ્યગુરુ
9.મહિલા કોલેજ કમિટી- મીતલ ધાનાણી
10.માધ્યમિક શિક્ષણ કમિટી- કંચન શીંગાળા
11.લો કોલેજ કમિટી- પરિતા ગણાત્રા
12.બાગ બગીચા શાખા- સમજુ મકવાણા
13.એન.યુ.એલ.એમ કમિટી- નયના રાવલ
14.આવાસ યોજના- રંજન પીપળીયા
15.સ્ટાફ સિલેક્શન કમિટી- કાંતા સાટોડીયા
16.હેલ્થ કમિટી- સંગીતા કુંડલા
17.શોપિંગ સેન્ટર કમિટી- પ્રકાશ સાટોડીયા
18.વેજીટેબલ કમિટી- ઊર્મિલા પરમાર
19.સ્પોર્ટ કમિટી- મીનાબેન જસાણી
20.લાયબ્રેરી કમિટી- વસંત ટોળીયા
21.ભૂગર્ભ ગટર શાખા- જગદીશ રામાણી
22.આઈ.ટી.આઈ. કમિટી- વસંત ચૌહાણ

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો