તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ગોંડલના આધેડ ત્રણ ગણા રૂપિયાની લાલચમાં 1.30 કરોડમાં છેતરાયા, 14 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

ગોંડલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક વર્ષ દરમિયાન 14 શખ્સોએ આંગડીયા પેઢી મારફત રોકડા રૂપિયાના હવાલા કરાવ્યા

ગોંડલ શહેર પંથકમાં તાજેતરમાં જ પોર્ન સાઇટ જોવાના શોખીનો લાખો રૂપિયામાં છેતરાયાની ઘટના બની છે. ત્યારે ગુંદાળા રોડ પર આવેલા બ્રહ્માણી પાર્કમાં રહેતા આધેડે VIP મેમ સાથે ડેટિંગ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં 1.30 કરોડની રોકડ રકમની છેતરામણીનો ભોગ બનતા સિટી પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

14 લોકો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ
પ્રાપ્ત વિગત મુજબ મૂળ ગોંડલ તાલુકાના ગરનાળા ગામના અને હાલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા બ્રહ્માણી પાર્કમાં રહેતા અને મહારાષ્ટ્રમાંJCBનું કામ કરતા 51 વર્ષીય અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ વિરપરિયા VIP મેમ સાથે ડેટિંગ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં 1,29,33,900ની રોકડ રકમની છેતરામણીનો ભોગ બનતા સિટી પોલીસમાં દાનિશ પટેલ, કેરાજ ભાટી, પાર્થ યાજ્ઞિક, શિક્ષા બક્ષી, અભિષેક, જોસેફ, કમલેશ, કૌશલ, એપલ, અલ્પેશ, કેશવ, રોહન પવાર, નિમેષ સોની અને રમેશ નામના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે IPCની કલમ 406, 420, 120B મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મેમ્બરશીપ મેળવવા બેંક એકાઉન્ટમાં રૂપિયા ભરવાનું જણાવાયું હતું
પોલીસ ફરિયાદમાં અશ્વિનભાઈ વિરપરિયા જણાવ્યું હતું કે, આશરે એકાદ વર્ષ પહેલા તેઓ મહારાષ્ટ્રથી ગુજરાત આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ પાસે મોબાઇલમાં મેસેજ આવ્યો હતો અને જણાવાયું હતું કે હાઈપ્રોફાઈલ VIP મેમ સાથે ડેટિંગમાં રસ ધરાવતા હોય તો મેસેજ કરવા જણાવાયું હતું. તેમાં મેમ્બરશીપ મેળવવા બેંક એકાઉન્ટમાં રૂપિયા ભરવાનું જણાવાયું હતું. ત્યારબાદ વારાફરતી જુદા જુદા લોકોના મોબાઇલ ફોન આવ્યા હતા. આંગડિયા પેઢી આરસી એન્ટરપ્રાઇઝ, પીએમ એન્ટરપ્રાઇઝ મારફત રકમ ટ્રાન્સફર કરી હતી અને છેતરામણનો ભોગ બન્યા હતા

(હિમાંશુ પુરોહિત,ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...