તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal Marketyard Saw An Abundance Of Onions. Red Onions And White Onions Saw A Revenue Of 1 Lakh Slices. A Long Line Of Vehicles Outside The Yard.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મબલખ આવક:ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની 1 લાખ કટાની પુષ્કળ આવક, યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇન

રાજકોટએક મહિનો પહેલા
  • યાર્ડ લાલ ડુંગળી અને સફેદ ડુંગળીથી ઉભરાયું.
  • લાલ ડુંગળીના 80 થી 90 હજાર કટા તેમજ સફેદ ડુંગળીની 10 થી 12 હજાર કટાની આવક
  • લાલ ડુંગળીનો 101 થી 700 અને સફેદ ડુંગળીનો 131 થી 341 રૂપિયા ભાવ

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટીંગ યાર્ડ ડુંગળીની આવકથી છલકાયું હતું, જ્યાં માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલ રાતથી કતાર બંધ વાહનોની 4 થી 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી જે રાત્રીના 12 વાગ્યે આવક શરૂ કરતાં અંદાજે 1 લાખ ડુંગળીના કટાની આવક થવા પામી હતી

ગોંડલ માર્કેટ યાર્ડબહાર કતારબંધ વાહનોની લાંબી લાઇન
ગોંડલ માર્કેટ યાર્ડબહાર કતારબંધ વાહનોની લાંબી લાઇન

લાલ ડુંગળી અને સફેદ સફેદ ડુંગળીથી યાર્ડ ઉભરાયું
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી ની આવકને પગલે યાર્ડ મુખ્યત્વે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીથી યાર્ડ ઉભરાયું હતું, જેમાં લાલ ડુંગળીના 80 થી 90 હજાર કટા તેમજ સફેદ ડુંગળીની 10 થી 12 હજાર કટાની આવક થવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાતા હાલ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી.

15થી વધુ રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે આવ્યા
લાલ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 101 /-થી લઈને 700 /- સુધીના હરરાજીમાં બોલાયા હતા. તો બીજી તરફ સફેદ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 131/- થી લઈને 341/- સુધીના બોલાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, રાજસ્થાન, દિલ્હી, સહિત ના અલગ અલગ 15થી વધુ રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે આવ્યા છે.

( હિમાંશુ પુરોહિત-ગોંડલ )

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો