તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગળીથી યાર્ડ છલકાયું:સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ યાર્ડમાં ડુંગળીની 1.40 લાખ બોરીની આવક, યાર્ડની જગ્યા ટૂંકી પડતા પ્લોટ ભાડે રખાયો, વાહનોની 8 કિમી લાંબી લાઇન

રાજકોટ23 દિવસ પહેલા
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળની મબલક આવક.
  • લાલ ડુંગળીનો 20 કિલોએ 150થી 700 અને સફેદ ડુંગળીનો 180થી 400 રૂપિયા ભાવ
  • રાતે 12 વાગ્યે 1200 વાહનોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો, 600 વાહનો યાર્ડ બહાર

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી છલકાયું છે. માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલ રાતથી વાહનોની 7થી 8 કિલોમીટર લાંબી લાઇનો લાગી ગઈ હતી. લાલ અને સફેદ ડુંગળીની 1.40 લાખ બોરીની આવકથી યાર્ડની જગ્યા ટૂંકી પડતા બાજુમાં ખાનગી પ્લોટ ભાડે રાખી ડુંગળીને ઉતારવામાં આવી હતી.

યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇન લાગી.
યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇન લાગી.

ડુંગળી ભરેલા 1800 વાહનોની રાતથી જ લાંબી લાઇન
રાતથી જ આશરે 1800 જેટલા વાહનોની લાંબી કતાર લાગી હતી. જે રાત્રીના 12 વાગ્યે આવક શરૂ કરતાં અંદાજે 1200 જેટલા વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમ છતાં 600 જેટલા વાહનો યાર્ડ બહાર લાઈનમાં ઉભા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1.40 લાખ લાલ ડુંગળીની બોરીની આવક થઈ છે.

7થી 8 કિમી લાંબી લાઇન લાગી.
7થી 8 કિમી લાંબી લાઇન લાગી.

લાલ ડુંગળીનો ભાવ 150થી 700 રૂપિયા બોલાયો
સફેદ ડુંગળીની 25 હજાર બોરીની આવક થઇ છે. લાલ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 150થી લઈને 700 સુધીના હરાજીમાં બોલાયા છે. બીજી તરફ સફેદ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 180થી લઈને 400 સુધીના બોલાયા છે. ત્યારે ખાનગી પ્લોટ પણ ભાડે રાખીને વધુ ડુંગળીના માલનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

રોડ પર ડુંગળી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા.
રોડ પર ડુંગળી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા.

ગત વર્ષ કરતા આ વર્ષે 20 ટકા ડુંગળીની આવક વધી
ગોંડલ માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ અલગ અલગ 10થી વધુ રાજ્યના વેપારીઓ ડુંગળી સહિતની જણસીઓ ખરીદી માટે ગોંડલ આવે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો ડુંગળી વેચવા આવે છે. જેથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ છે. ગયા વર્ષની સરખામણીએ 20 ટકા જેટલી આવક આ વર્ષે વધુ જોવા મળી છે.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો