કાર્યવાહી:અમદાવાદમાં ડ્રાઇવિંગનું કામ કરતો ગોંડલનો શખ્સ માલિકની લક્ઝરી બસ લઇ નાસી છૂટ્યો, ધરપકડ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પેરોલ ફર્લો સ્ક્વોડે ગોંડલથી આરોપીને ઝડપી લીધો. - Divya Bhaskar
પેરોલ ફર્લો સ્ક્વોડે ગોંડલથી આરોપીને ઝડપી લીધો.
  • અમદાવાદ શહેર કોટાડા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

ગોંડલની નાની બજાર સંઘાણી શેરીમાં રહેતો અને ડ્રાઇવિંગનું કામ કરતા શખ્સે અમદાવાદ ખાતે માલિકની લક્ઝરી બસ લઈ નાસી છૂટ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે ગોંડલ ખાતેથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપીને ઝડપી લીધો
પ્રાપ્ત વિગત મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના PSI વી.એમ. કોલાદરા, ASI કરસનભાઈ કલોતરા, પોલીસ હેડ કોસ્ટેબલ પ્રભાતસિંહ પરમાર સહિતનાઓએ ગોંડલ ખાતેથી સાગર ઉર્ફે લાલો કમલેશભાઈ ગોહેલ (રહે. સંઘાણી શેરી, નાની બજાર)ને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી વિરૂદ્ધ અમદાવાદમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો
આ આરોપી વિરુદ્ધ અમદાવાદ શહેર કોટાડા પોલીસ મથકમાં IPC કલમ 408 મુજબ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આરોપી ડ્રાઈવિંગ કરતો હોય માલિકની લક્ઝરી બસ લઇ નાસી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...