તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ બ્રેકિંગ:ગોંડલમાં ઓક્સિજન પૂરો થવાના આરે, 8થી 10 દર્દીનાં મોત થવાની શક્યતા, સાંજ સુધીમાં વ્યવસ્થા ન થાય તો 3 હોસ્પિટલ બંધ કરાશે

ગોંડલ18 દિવસ પહેલા
દર્દીનાં સગાં અને ડોક્ટરોના જીવ તાળવે ચોંટ્યા.
  • ગોંડલ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન પૂરો ન થતાં દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા
  • સરકારી બાબુઓએ મોબાઇલ સ્વિચ-ઓફ કર્યા, હોસ્પિટલોમાં અફરાતફરીનો માહોલ

ગોંડલમાં બે દિવસ પહેલાં ખાનગી હોસ્પિટલોમાં આગેવાનોએ મારીમચડીને ઓક્સિજન પૂરો કર્યા બાદ 24 કલાક જેવો સમય વીતવા છતાં પણ સરકારી તંત્ર પાસે હોવા છતાં પણ ફરી ઓક્સિજન પૂરો ન પાડી શકતાં હાલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. સાંજ સુધીમાં સરકાર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગોંડલની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી, શ્રીજી હોસ્પિટલ અને શ્રીરામ હોસ્પિટલ બંધ કરવાની ડોક્ટર ભરત શિંગાળાએ જાહેરાત કરી છે તેમજ 8થી 10 દર્દીનાં મોત થવાની શક્યતા છે.

ગોંડલની ત્રણ હોસ્પિટલ બંધ થવાના આરે
ગોંડલ શહેરની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ, અનેક અમૃતકુંભ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો માત્ર અડધો કલાક ચાલે એટલો જ હોઈ દર્દી અને તેનાં સગાં-વહાલાંના જીવ તાળવે ચોંટી ગયા છે. સરકારી તંત્ર વામણું સાબિત થયું હોઈ જવાબદાર અધિકારીઓએ મોબાઈલ સ્વિચ-ઓફ કરી નાખ્યા છે.

24 કલાકથી ઓક્સિજનની વ્યવસ્થા થઈ નથી.
24 કલાકથી ઓક્સિજનની વ્યવસ્થા થઈ નથી.

એક હોસ્પિટલમાં તો ઓક્સિજન ન હોવાને કારણે દર્દીનું મોત
મોડી રાત સુધી આગેવાનોએ દોડધામ કરી બે દિવસ પહેલાં 24 કલાક ચાલે એટલો ઓક્સિજન પૂરો પાડ્યો હતો. ગત રાત્રિના પણ આવા જ પ્રયત્નો હાથ ધર્યા હતા. સરકાર પાસે 24 કલાકનો સમય હોવા છતાં પણ આજે ઓક્સિજન પૂરો ન પડ્યો હોઈ દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એક હોસ્પિટલમાં તો ઓક્સિજન ન હોવાને કારણે દર્દીનું મોત નીપજ્યું છે.

ઓક્સિજન વગર પરિસ્થિતિ ભયાનક ગંભીર બનશે-ડોક્ટર
શ્રીજી હોસ્પિટલના ડોક્ટર સુખવાલાએ જણાવ્યું હતું કે બપોરે 1થી 2 વાગ્યા સુધી ચાલે તેટલો જ ઓક્સિજન જથ્થો ઉપલબ્ધ છે. દિવસે અમે દર્દીની સારવાર માટે જાગીએ છીએ અને રાત્રે ઓક્સિજન-સિલિન્ડર માટે ઉજાગર કરીએ છીએ. ઓક્સિજન સપ્લાઇ સમયસર નહીં થાય તો દર્દીઓ ઓક્સિજનને કારણે મૃત્યુ પામશે. શ્રીજી હોસ્પિટલમાં 32 દર્દી દાખલ છે. ઓક્સિજન વગર પરિસ્થિતિ ભયાનક-ગંભીર બનશે.

ક્રિષ્ના હોસ્પિટલમાં 65 દર્દી દાખલ છે.
ક્રિષ્ના હોસ્પિટલમાં 65 દર્દી દાખલ છે.

20 દર્દી અતિગંભીર - ડોક્ટર
ડો.ભરત શિંગાળાએ જણાવ્યું હતું કે ઓક્સિજનની અછત છેલ્લી 25 માર્ચથી જોવા મળી રહી છે. બે દિવસમાં કેસ એટલા બધા વધ્યા છે કે ક્યાંય બેડ ખાલી નથી. ક્રિષ્ના હોસ્પિટલમાં હાલ કોરોનાના 65 દર્દી દાખલ છે, તેમાંથી 20 દર્દી ખૂબ જ ગંભીર છે. 7 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા બે દિવસથી ઓક્સિજન મળતો નથી. ગત રાત સુધીમાં ગમે ત્યાંથી બાટલાની વ્યવસ્થા કરી છે. જો અડધી કલાકમાં ઓક્સિજનની વ્યવસ્થા ન થાય તો 8થી 10 દર્દીનાં મોત થાય એવી પરિસ્થિતિ છે. બધા પ્રયત્નો કરી ચૂક્યા છીએ

(હિમાંશુ પુરોહિત-દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો