તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાયોને મધરાત્રે કતલખાને લઈ જવાના બનાવ અવારનવાર સામે આવે છે. આવી જ એક ઘટના ગોંડલમાં બની હતી. ગત રાત્રે ગોંડલનાં ગૌરક્ષક ગોપાલભાઇ ટોળીયાને ગાયો ભરેલી ટ્રક રાજકોટથી ગોંડલ નેશનલ હાઇવે તરફ કતલખાને લઇ જવાતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે તેમણે ગાયો ભરેલી ટ્રક પકડી હતી અને કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાના જીવ બચાવ્યા હતા.
ગૌ સેવકોએ ટ્રકનો પીછો કરી ટ્રકને રોક્યો હતો
બાતમીને આધારે ગૌ સેવકોની સાથે ગોપાલભાઇ ટોળીયાએ ચોરડી ગામ પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી ગાયો ભરેલી ટ્રક પસાર થતા ગોપાલભાઈ ટોળીયા, મુકેશભાઈ ભાલાળા, ભુપતભાઈ બતાળા, વિશાલભાઈ પુરોહિત સહિતના ગૌ સેવકોએ ટ્રકનો પીછો કર્યો હતો. બાદમાં ગોડલ આશાપુરા ચોકડી પાસે ગાયો ભરેલી ટ્રકને રોકી તેમાં તપાસ કરતા આઠ ગાયો અને બે વાછરડા મળી આવ્યા હતા.
ગાયોને ભરૂચ મોકલવામાં આવી રહ્યાંનું ખુલ્યું
આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે આવી ગઇ હતી અને ટ્રકનો કબ્જો મેળવ્યો હતો. જ્યાં ગૌવંશને મુક્ત કરાવી ગૌશાળામાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતા ટ્રકમાં રહેલી ગાયો અને ગૌવંશ માણાવદરથી ભરૂચ મોકલી રહ્યાનું જણાવ્યું હતું.
(હિમાંશુ પુરોહિત,ગોંડલ)
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.