નરાધમને સજા:ગોંડલમાં કોર્ટે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદની સજા ફટકારી

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • સપ્ટેમ્બર 2021માં કોટડાસાંગાણીના પડવલા ગામે ઘટના બનેલી, ગોંડલની પોકસો કોર્ટે ચુકાદો આપ્યો

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે સપ્ટેમ્બર 2021માં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં ગોંડલ પોકસો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

GIDCમાં જ આરોપી કામ કરતો હતો
આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર પડવલા ગામની GIDCમાં ભોગ બનનાર બાળકી પરિવાર સાથે રહેતી હતી. GIDCમાં જ આરોપી સુનીલ જેપાલ અરકબંશી કામ કરતો હતો. તે જાણ હતો કે ભોગ બનનાર બાળકી ઘરે કયારે એકલી હોય. તેથી ગત તા.18/9/21ના રોજ બાળકીની ઓરડીમાં પ્રવેશી તેની એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને નાસી ગયો હતો.

પોલીસે આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી
જે બાદ બાળકીએ પોતાના પિતાને સમગ્ર ઘટનાક્રમની જાણ કરતાં પરિવારજનોએ આરોપી સુનીલ જેપાલ અરકબંશી વિરુદ્ધ ભારતીય દંડ સંહીતાની કલમ 376, (એ)(બી), 376(3), 506, 450 તથા પોકસો એકટની કલમ અને 10 મુજબનો ગુનો કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. આ ગંભીર બનાવ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી.

દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા
આ કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. અને સરકાર તરફે કુલ 11 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. મૌખિક પુરાવા અને લેખીત પુરાવાની હકીકતને તેમજ સરકારી વકીલની ધારદાર દલીલોને લક્ષમાં રાખી હાલમાં જ બદલી થઈ નિયુક્ત પામેલ ગોંડલ એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.આર.ભટ્ટ (સ્પેશ્યલ જજ પોકસો કોર્ટ) એ આરોપી સુનીલ અરકબંશીને આજીવન કેદ મૃત્યુપર્યંતની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...