• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal Chokdi Will Be Closed For 1 Year, Rs. Decision Of The Mechanism To Start The Work Of Six Layer Overbridge At A Cost Of Rs. 95 Crore

ડાયવર્ઝન:ગોંડલ ચોકડી 1 વર્ષ સુધી બંધ રહેશે, રૂ. 95 કરોડના ખર્ચે સિક્સ લેયર ઓવરબ્રીજનું કામ શરુ થતા તંત્રનો નિર્ણય

ગોંડલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ગોંડલ ચોકડી બંધ થતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થશે
  • કાલાવડ ચોકડી બાયપાસ, ખોડીયાર હોટલ પુનિતનગર પાસે તથા કુવાડવા-કોટડાસાંગાણી રોડ પરથી ડાયવર્ઝન અપાશે
  • જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા ટૂંક સમયમાં જાહેરનામુ પ્રસિદ્ધ થશે

રાજકોટમાં ગોંડલ ચોકડી પર સતત ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે હાઈવે ઓથોરીટી દ્વારા રૂ.95 કરોડના ભારેખમ ખર્ચે સીકસ લેયર 1.5 કિ.મી. લાંબા ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય શરુ કરવામાં આવનાર છે. જેને પગલે ગોંડલ ચોકડીને આગામી એક વર્ષ માટે બંધ કરવામાં આવશે. આ મુદ્દે ટ્રાફીકના ડાયવર્ઝન માટે જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા ટૂંક સમયમાં જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.

કોટડાસાંગાણી રોડ પરથી ડાયવર્ઝન અપાશે
આ મુદ્દે કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ગોંડલ રોડ ચોકડી પર આ સીકસ લેયર ઓવરબ્રીજના નિર્માણ કાર્ય આગામી ટુંક સમયમાં જ હાઈવે ઓથોરીટી દ્વારા શરુ કરવામાં આવનાર હોય બ્રીજનાં નિર્માણમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ત્રણ ડાયવર્ઝન અપાશે. જેમાં કાલાવડ ચોકડી બાયપાસ, ખોડીયાર હોટેલ, પુનીતનગર પાસે અને કુવાડવા કોટડાસાંગાણી રોડ પરથી ડાયવર્ઝન અપાશે

કલેકટર અરૂણ મહેશ બાબુની ફાઈલ તસ્વીર
કલેકટર અરૂણ મહેશ બાબુની ફાઈલ તસ્વીર

ગોંડલ રોડ-ચોકડી 1 વર્ષ સુધી બંધ રહેશે
ઉલ્લેખનીય છે કે 1.25 કિ.મી. લાંબા આ સીકસ લેયર ઓવરબ્રીજનું નિર્માણ થતા આ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે અને લોકોની સુવિધામાં વધારો થશે. આ ઓવરબ્રીજના નિર્માણ કાર્યને લઈને ગોંડલ રોડ ચોકડી 1 વર્ષ સુધી સતત બંધ રહેશે. શાપર-વેરાવળના ઔદ્યોગીક ઝોન તેમજ જુનાગઢ તરફ જતો વાહન વ્યવહાર આ ચોકડી પરથી પસાર થતો હોય અહી રાત-દિવસ સતત ટ્રાફિકનો જમેલો રહેતો હોવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગોંડલ ચોકડી બંધ થતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થશે
આ સંજોગોમાં જેના નિવારણ માટે હાઈવે ઓથોરીટી દ્વારા આ મહત્વકાંક્ષી પ્રોજેકટનું નિર્માણ કરવામાં આવનાર છે. અહી એ પણ ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં માધાપર ચોકડી, હોસ્પીટલ ચોક, કેકેવી હોલ અને દોઢસો ફુટ રીંગરોડ પર ઓવરબ્રીજના નિર્માણ કામો શરુ હોય માર્ગો પર આડેધડ ખોદકામ કરાતુ હોય વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાડમારી પડી રહી છે તેમાં હવે ગોંડલ રોડ ચોકડી પર પણ નિર્માણકાર્ય હવે શરુ થતા ગોંડલ ચોકડી પણ એક વર્ષ માટે બંધ કરવામાં આવનાર હોય વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.