તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઓરિજનલ:માધાપર ચોક કરતા ગોંડલ ચોકડી વિસ્તાર10 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પણ રોડના લેવલ યોગ્ય ન રખાતા 11 કિ.મી.ના BRTS પર ભરાય છે પાણી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદ બાદ પણ રોડ પર નદી વહે છે. - Divya Bhaskar
વરસાદ બાદ પણ રોડ પર નદી વહે છે.
  • BRTS પર અનેક સ્થળે ચોમાસામાં એકથી અઢી ફૂટ પાણી શા માટે ભરાય છે અને તેનો હલ શું તે માટે ભાસ્કરે તજજ્ઞ પાસે કરાવ્યું રિસર્ચ
  • ચોમાસામાં વેસ્ટ ઝોન ચોક પાસે પાણી ભરાવાનું કારણ

રાજકોટમાં ચોમાસામા અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે. દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના બણગા ફૂંકાય છે છતાં કોઇ હલ મળતો નથી. મનપાએ બે વર્ષથી સ્ટોર્મ વોટર ડ્રેનેજનો વિકલ્પ પસંદ કર્યો છે પણ તેમાં ખાસ ફાયદો મળ્યો નથી અને વરસાદ રોકાઈ ગયા બાદ પણ કલાકો સુધી પાણી રહે છે. જ્યાં સ્ટોર્મ વોટર સિસ્ટમ નથી ત્યાં તો મનપાના અધિકારીઓ લાચાર બની જાય છે એન તબક્કાવાર યોજનાઓ મૂકીને ભવિષ્યમાં રાહત મળશે તેવી આશા છે. જેા કે નક્કર કોઇપણ આયોજન નથી.

શહેરના લોકોને આ રીતે જ હેરાન થવું ન પડે અને સમસ્યાનો હલ શું તે જાણવા માટે દિવ્ય ભાસ્કરે માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત અધિકારી અને ચાર્ટર્ડ એન્જિનિયર બી. વી. હરસોડાનો સંપર્ક કર્યો તેઓ રાજકોટના ખૂણે ખૂણાથી વાકેફ છે અને ઊંડો અભ્યાસ ધરાવે છે. તેઓને અલગ અલગ વિસ્તારના ચોમાસા દરમિયાન કેવી સ્થિતિ થાય છે તેવા ફોટોગ્રાફ આપવામાં આવ્યા હતા અને દરેક વિસ્તાર માટે તેમણે સેટેલાઈટ મેપિંગ જેવી આધુનિક ટેકનોલોજી અને પોતાના અવલોકનોને આધારે રીસર્ચ કરી રહ્યા છે જે પૈકી સૌથી પહેલા 150 ફૂટ રીંગ રોડ પર વેસ્ટઝોન કચેરીએ ભરાતા પાણી વિશે સમસ્યા અને ઉકેલ બતાવ્યો છે.

કેકેવી અને નાનામવા સર્કલ વચ્ચેનાે વિસ્તાર બંને તરફથી અઢી મીટર નીચો હોવાથી વેસ્ટ ઝોન ચોક આસપાસનો વિસ્તાર તળાવમાં ફેરવાય છે
રાજકોટના બીઆરટીએસ રૂટ પર વેસ્ટઝોન કચેરી પાસે વરસાદમાં બાઇક ડુબી જાય તેટલુ પાણી ભરાય છે. ઈજનેર બી. વી. હરસોડાએ તેનો અભ્યાસ કર્યો હતો અને સમસ્યા જાણી તેનુ સમાધાન લાવવા માટે અભ્યાસ કર્યો હતોે. તેમણે સૌથી સેટેલાઈટ ઈમેજિંગ અને કન્ટોર મેપિંગથી રિસર્ચ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે બીઆરટીએસ રૂટનો એક છેડો માધાપર ચોક કરતા બીજો છેડો ગોંડલ ચોકડી 31 મીટર ઊંચો એટલે કે 10 માળની બિલ્ડિંગ જેટલું ઊંચું છે.

આ મોટો ઢાળ છે તેથી જ વરસાદમાં પાણીનો પ્રવાહ તે દિશામાં વહે છે અને પછી નાનામવા તરફ પણ ઢાળ મળતા તે દિશા તરફ વહી જાય છે. આ રીતે કુદરતી ઢાળ મુજબ બીઆરટીએસ રૂટમાં પાણી સડસડાટ વહે તેમજ નાનામૌવા ચોક કે પછી બીજા રસ્તાા કે જે ભુતકાળમાં મોટા વોંકળા હતા ત્યાં આ પાણી જમા થઈને નદીમાં ભળી જાય તો પાણી ક્યાંય ભરાય જ નહિ. પાણીના આ કુદરતી વહેણમાં ઢાળમાં રસ્તા કે બાંધકામોને કારણે કુદરતી વહેણ અટકાય છેે. સમગ્ર બીઆરટીએસ રૂટ લ્યો ત્યાં રોડના લેવલ યોગ્ય ન રાખતા ઠેર ઠેર પાણી ભરાય છે. બિગબજાર એટલે કે વેસ્ટ ઝોન કચેરી પાસે આવી જ સ્થિતિ છે.

વેસ્ટઝોન કચેરી પાસેનો રોડ અડધો મીટર નીચે ઉતારાય તો સમસ્યા ઉકેલાય
સ્થિતિ | નાનામવા અને કે.કે.વી. ચોક બંને તરફના રોડ ઊંચા બનાવ્યા

બી.આર.ટી.એસ રૂટ પર પાણી ભરાવાની સમસ્યા ઘણી મોટી છે. સેટેલાઈઝ ઈમેજિંગ તેમજ ટોપોગ્રાફિક અવલોકનના ઊંડા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, માધાપર ચોકડી સમુદ્ર સપાટીથી 121. 31 મીટર ઊંચાઈ પર છે જ્યારે ગોંડલ ચોકડી 152.40 મીટર એટલે કે માધાપર પર કરતા 31 મીટર કરતા ઊંચી છે. તેનો અર્થ એ થાય કે કોઇ વ્યક્તિ ગોંડલ ચોકડીએ ઊભો હોય અને બીજી વ્યક્તિ માધાપર ચોક પર 10મા માળે હોય ત્યારે તે બંને એક જ ઊંચાઈએ છે તેમ કહેવાય. આ કુદરતી ઢાળ છે પણ બિગબજારના રોડનું લેવલ નાનામવા સર્કલથી અઢી મીટર જ્યારે કે.કે.વી. ચોકના રોડ લેવલ કરતા 3 મીટર જેટલું નીચું છે.

સમસ્યા | 1000 ટેન્કર જેટલું પાણી ભરાય છે
આ વિસ્તારમાં કન્ટુર મેપ તૈયાર કરી અવલોકન કરતા જાણવા મળ્યું કે, ભારે વરસાદમાં બિગબજાર ચોક પાસે ભારે વરસાદમાં 1 મીટર જેટલું પાણી ભરાઈ શકે છે. આ જ વિસ્તારમાં આ પાણીનો જથ્થો 1000 ટેન્કર જેટલો થાય. પાણીનો નિકાલ માત્ર સ્ટોર્મ વોટર પાઈપલાઈનથી થઈ શકે નહીં. આ માટે કુદરતી વહેણ મારફત પાણીનો લોડ ઘટાડીને પછી સ્ટોર્મ વોટર સિસ્ટમ ઉપયો કરાય તો વધુ અસરકારક સાબિત થશે.

ઉકેલ | તો સ્ટોર્મ વોટર પાઈપ કામ આવે
બિગબજાર ચોકથી મનપાની વેસ્ટ ઝોન તરફ પાણીનું કુદરતી વહેણ હતું પણ કચેરી પાસે 150 ફૂટ રિંગ રોડ કરતા માર્ગ ઊંચો બન્યો છે. આ કારણે બિગબજાર પાસે નાનો ડેમ હોય તેવું બની જાય છે. વેસ્ટ ઝોન ઓફિસ વચ્ચે થોડી લંબાઈમાં રોડ લેવલ અડધું મીટર ઊંચું છે જે લેવલ કટ કરી નીચો લેવામાં આવે તો કુદરતી રીતે પાણી નિકાલનો માર્ગ મોકળો થઈ જશે અને પછી ત્યાં જરૂર પડ્યે સ્ટોર્મ વોટર પાઈપ નાખી શકાય.

અન્ય સમાચારો પણ છે...