ઘાતકી હત્યા:ગોંડલના મોવિયામાં વાડીના રસ્તામાં અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકી ખેતમજૂરને પતાવી દીધો, મૃતક દારૂ પીવાની ટેવ ધરાવતો

ગોંડલએક મહિનો પહેલા
મોવિયામાં વાડીના રસ્તામાં જ ખેતમજૂરની હત્યા કરી નાખવામાં આવી.
  • હત્યા કોણે કરી અને ક્યાં કારણોસર કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી

ગોંડલ તાલુકાના મોવિયા ગામે ખેત મજૂરી કામ કરતા શ્રમિકની હત્યા થતા પોલીસે હત્યાનું કારણ અને હત્યારાઓ અંગે તપાસ હાથ ધરી છે. ભાવેશભાઈ વઘાસિયાની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા સુરસીંગભાઈ રાઠવા (ઉં.વ.50) ગઈકાલે રાત્રે વાડીના રસ્તામાં કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકી ખૂની હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા સુરસિંહને ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતક ખેતમજૂર દારૂ પીવાની ટેવ ધરાવતો હતો.

મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી
બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના PSI એમ.જે. પરમાર સહિતનો કાફલો રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર દારૂ પીવાની ટેવવાળો હતો અને દિવસે કામ પર ગયા બાદ રાત્રે વાડીએ પરત ફરતો હતો એ દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ તેને માથામાં પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રીના લગ્ન થઈ ગયા છે

રાજકોટ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
રાજકોટ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

વાડી માલિકનું પોલીસે નિવેદન લીધું
બાદમાં ગોંડલ તાલુકા પોલીસે એ જગ્યાએ શ્રમિકની હત્યા કરાઈ છે તે વાડી વિસ્તારમાં આવતા વાડી માલિકની પૂછપરછ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોએ કોઈના ઉપર શંકા વ્યક્ત કરી ન હોય પોલીસે હત્યાનું કારણ અને હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.