રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:વેલનાથપરામાં દિવાળીની રજામાં બંધ મકાનમાંથી 8 લાખના સોનાના દાગીનાની ચોરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મોરબી રોડ પર વેલનાથપરા 16માં રહેતાં અને ઘરની નીચે જ પતિ સાથે વેલનાથ કૃપા ડેરી ફાર્મ નામે દુકાન ચલાવતાં ગુડ્ડીબેન જીતેન્‍દ્રભાઇ કુકાવાએ બી-ડિવિઝન પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેઓ 27 ઓક્ટોબરના સાંજે દુકાનમાં બેઠા હતાં અને પતિ સહિતના ઘરના સભ્‍યો બહાર બજારમાં ગયા હતાં. આ વખતે મકાનનો પાછળનો દરવાજો હવા ઉજાસ માટે ખુલ્લો રાખ્‍યો હતો. તેઓ એકાદ કલાક બાદ દુકાનમાંથી ઘરમાં આટો મારવા ગયા ત્‍યારે તિજોરીનું તાળુ તુટેલુ દેખાયું હતું અને અંદર રાખેલો સોનાનો હાર રૂ.2 લાખનો, મગમાળા રૂ.2 લાખની, 4 વીટી રૂ. 2 લાખની અને ગળાનું પેન્‍ડન્‍ટ રૂ.2 લાખનું મળી 8 લાખના સોનાના દાગીના કોઈ ચોરી ગયું હતું. તેમણે પતિને જાણ કરતાં ઘરના સભ્‍યો બહારથી પરત આવ્‍યા હતાં અને ઘરમેળે તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરતાં બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા
રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે ક્રિષ્‍ના કોમ્‍પલેક્ષમાં આવેલી ઓફિસ નં. એફ-8માં જુગાર રમાતો હોવાની બાતમી LCBને મળતાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયામ ચંદ્રેશ દેવાભાઇ વાળા, મહેન્‍દ્ર રતીલાલ ધકાણ, રાજેશ મીઠાભાઇ ખીમાણી અને રમેશ બાઉભાઇ ઉનડકટને પકડી રૂ.13130 રોકડા અને મોબાઇલ ફોન મળી રૂ.26 હજારનો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

ચાર વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
બીન જામીનલાયક તેમજ સજાના વોરન્‍ટની અસરકારક બજવણી કરવા મળેલી સુચના અંતર્ગત પ્ર.નગર ડી. સ્‍ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્‍યારે બાતમી પરથી નરોત્તમ હીરાભાઇ ઠક્કરનું નેગોશીએબલ એક્‍ટના ગુનામાં સજાનું વોરન્‍ટ નીકળ્‍યું હોઇ તેને શોધી કાઢી વોરન્‍ટ બજવણી કરી હતી. આ શખ્‍સ સામે ચાર વર્ષથી આ વોરન્‍ટ નીકળ્‍યું હોઇ તે સતત ફરાર રહેતો હોવાથી વોરન્‍ટ બજવણી થઇ શકી નહોતી. તેને પકડી લઇ કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી થઇ હતી.

બેંક ઓફિસરનું માથું ફોડી નાખ્યું
મીલપરા શેરી નં.18માં વિરાણી બ્‍લોક નં.8માં રહેતાં જેતપુરના અને જેતપુર ખાતે યુનિયન બેંકમાં ઓફિસર તરીકે નોકરી કરતાં યશવર્ધનસિંહ ચંદ્રજીતસિંહ જાડેજા રાતે નવેક વાગ્‍યે પોતાના નામના ભાઇના પત્‍ની કિન્નરીબા કૃષ્‍ણજીતસિંહ જાડેજા તથા તેના નાના પુત્ર હર્ષાદિત્‍યસિંહને લઇ રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં ચકરડીઓ રાખવામાં આવે છે ત્‍યાં રમવા લઇ ગયા હતાં. આ વખતે હર્ષાદિત્‍યસિંહ જમ્‍પીંગ દડામાં રમતો હતો ત્‍યારે બે અજાણી સ્ત્રી પણ તેની નાની છોકરીને જમ્‍પીંગમાં રમાડવા લાવી હતી. આ બાળકો તેમાં રમતાં હતાં ત્‍યારે અજાણી બન્ને મહિલાએ કહ્યું કે તમારો છોકરો અમારી છોકરી પાસેથી દડો આંચકી લે છે. જેથી યશવર્ધનસિંહે બાળકો સમજે નહીં આ રીતે જ રમે, તેમને રમવા દો તેમ કહેતાં એ મહિલાઓએ બોલાચાલી કરી ઝઘડો કર્યા બાદ ફોન કરી કોઇને બોલાવતાં બે અજાણ્‍યા પુરૂષ આવ્‍યા હતાં. જેમાં એક પાસે ધોકો હતો. આ બન્નેએ તથા અજાણી બે મહિલાઓએ મળી વધુ ઝઘડો કરી ગાળો દઇ યશવર્ધનસિંહને માર મારતા માથામાં ધોકો લાગતાં તે પડી ગયા હતાં અને લોહી નીકળવા માંડ્યું હતું. લોકો ભેગા થતાં હુમલો કરનારા ભાગી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...