તેજસ્વી વિદ્યાર્થીઓની ઉપેક્ષા:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટને માત્ર 250 રૂપિયા તો નિબંધ સ્પર્ધાના વિજેતાને 10 હજારનું ઇનામ આપે છે!

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
  • યુનિવર્સિટી આયોજિત નિબંધ સ્પર્ધાના પાંચમા નંબરને પણ 1 હજાર મળશે

‘બી’ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર વર્ષે કોન્વોકેશન કાર્યક્રમમાં જુદી જુદી ફેકલ્ટીમાં ટોપ આવતા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીને રૂ.250 જેટલી મામૂલી રકમનો રોકડ પુરસ્કાર આપે છે. ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીની આખા વર્ષની મહેનત બાદ તેણે આ સિદ્ધિ મેળવી હોય છે છતાં તે વિદ્યાર્થીને રૂ.1500થી 5000ની કિંમતનું ગોલ્ડ મેડલ અને રૂ. 250 જેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે જ્યારે બીજી બાજુ માત્ર એક નિબંધ સ્પર્ધામાં ગણતરીના કલાક દરમિયાન સારું લખાણ કરનાર વિદ્યાર્થીને અધધ રૂ.10 હજારનું ઇનામ જાહેર કરાયું છે.

6 ડિસેમ્બરે યોજાવાની છે સ્પર્ધા
ડૉ. આંબેડકર ચેર આયોજિત નિબંધ સ્પર્ધામાં 6 ડિસેમ્બરના રોજ યોજાવાની છે જેમાં ધો.6થી પીએચડી સુધીના રાજ્યના કોઈપણ વિદ્યાર્થી ભાગ લઇ શકે છે. આ સ્પર્ધામાં કુલ પાંચ વિદ્યાર્થીને વિજેતા જાહેર કરાશે જેમાં પ્રથમ ક્રમે વિજેતાને રૂ.10,000, બીજા ક્રમને 5,000, ત્રીજા ક્રમને 3,000, ચોથાને રૂ. 2000 અને પાંચમાને રૂ. 1,000નો ભીમપ્રજ્ઞા પુરસ્કાર, શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

નિબંધ સ્પર્ધાના વિજેતાને ગોલ્ડ મેડાલિસ્ટ કરતાં વધુ ઇનામ
યુનિવર્સિટીમાં બે-બે વર્ષ સુધી મહેનત કરીને જુદી જુદી ફેકલ્ટીમાં પહેલા નંબરે આવતા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થી કરતા માત્ર નિબંધ સ્પર્ધાના વિજેતાને પણ ગોલ્ડ મેડાલિસ્ટ કરતા વધુ રકમનો પુરસ્કાર આપીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓની ઉપેક્ષા કરી હોવાની સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...