તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gokul Hospital, Which Runs Uday Sivananda Hospital, Violated Fire Safety Rules From Construction, Built A Bridge Between The Two Hospitals And Built An Office In The Parking Lot.

નિયમો નેવે મૂકાયા:આમા ‘પ્રકાશ’ કોણ પાડશે?, ગોકુલ હોસ્પિટલે શેરી ઉપર પુલ બનાવ્યો, મનપાએ ‘ખાસ’ મંજૂરી પણ આપી દીધી

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોકુલ હોસ્પિટલે શેરી ઉપર  પુલ બનાવ્યો - Divya Bhaskar
ગોકુલ હોસ્પિટલે શેરી ઉપર પુલ બનાવ્યો
  • નવા અને જૂના બિલ્ડીંગ વચ્ચે બનાવેલો બ્રિજ હોસ્પિટલ પાસેથી પસાર થતા નિર્દોષ રાહદારીઓ માટે જોખમી

વિદ્યાનગર મેઇન રોડ પર ડો.પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્પિટલના બે બિલ્ડિંગ છે. જે બન્ને એક બીજાની સામ સામે છે અને વચ્ચે જાહેર માર્ગ આવેલો છે. આ રોડ પર ગોકુલ હોસ્પિટલના સંચાલકોએ એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવા માટે પૂલ બનાવ્યો છેે. આ અંગે તપાસ કરતા રાજકોટ મહાનગરપાલિકાએ 2019માં જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરી જાહેર રસ્તા પર બ્રિજ બનાવવાની મંજૂરી આપી દીધી છે. ડો.પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્પિટલને ક્યા આધાર પર રાજકોટ મહાનગરપાલિકાના ટી.પી.ઓ.એમ.ડી. સાગઠિયા, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જાહેર માર્ગ પર પૂલ બનાવવા બોર્ડમાં દરખાસ્ત કરી તેનો કોઇ જવાબ અધિકારીઓ પાસે નથી. આ બાબતે અધિકારી ‘પ્રકાશ’ પાડી શકે તેમ નથી.

જૂના અને નવા બિલ્ડીંગ બન્નેમાં ફાયર સેફ્ટી તો ઠીક બાંધકામના નિયમો પણ નેવે મૂકાયા
રાજકોટની જે ખાનગી હોસ્પિટલને કોવિડ-18ની માન્યતા આપવામાં આવી છે એ શું જોઇને અપાઇ હશે? અહીં દર્દી કોરોનાથી સાજા થાય કે ન થાય પણ આગની એક ચિનગારી લાગે તો દર્દી જીવતા હોમાય જાય તેવી ભયાનક હકીકત સામે આવી હતી. આમાંની એક એ હોસ્પિટલ છે કે, જેમની ગુનાહિત બેદરકારીના પાપે પાંચ-પાંચ જિંદગી જીવતી ભૂંજાઈ ગઈ હતી. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનું સંચાલન જેમણે સંભાળ્યું હતું એ ગોકુલ હોસ્પિટલમાં ગેરકાયદેસર બાંધકામ અને ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. તટસ્થ તપાસના નામે શરૂ થયેલા નાટક વચ્ચે સરેઆમ દેખાય એવી એક હકીકત એ પણ સામે આવી છે કે, ગોકુલ હોસ્પિટલના જૂના અને નવા બિલ્ડીંગ બન્નેમાં ફાયર સેફ્ટી તો ઠીક બાંધકામના નિયમો પણ એ રીતે નેવે મૂકી દેવામા આવ્યા છે. જેને કારણે હોસ્પિટલ પાસેથી પસાર થતા નિર્દોષ રાહદારીઓની જિંદગી જોખમમાં મૂકાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

રોડ ઉપર બ્રિજ બનાવી દીધો
ગોકુલ હોસ્પિટલના નવા અને જૂના બિલ્ડીંગમાં અવરજવર કરવા માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે. બે બિલ્ડિંગ વચ્ચે રોડ નીકળે છે. આ રોડ પર જ બ્રિજ બનાવ્યો છે. આ ઉપરાંત અગાસી ઉપર ફાયર ડોમનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં આગની નાની એવી ચિનગારી લાગે તો પણ હોસ્પિટલ આખી અગનગોળો બની જાય તેવી પરિસ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ વિગતો મહાનગરપાલિકા પાસે હોવા છતાં મૌન છે.

માત્ર ડોકટરો અને નર્સિંગ સ્ટાફની સુવિધા માટે જ ગેરકાયદે બ્રિજ ખડકાયો
ગોકુલ હોસ્પિટલની જૂની અને નવી હોસ્પિટલમાંથી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ એક બીજી બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં સામેસામે અવરજવર કરી શકે માત્ર એટલા માટે જ જાહેર રોડની ઉપરથી પસાર થાય એ રીતે બ્રિજ બનાવ્યો છે. દર્દી કે તેના સગા વ્હાલાઓને આ બ્રિજ પરથી અવરજવર કરવાની મનાઈ છે. માત્ર બે બિલ્ડીંગના ટેકા ઉપર કોઈ પણ જાતના આધાર વગર રોડ ઉપરથી પસાર થાય એ રીતે ખડકી દેવાયેલો બ્રિજનો તોતિંગ માચડો કોઈ રાહદારી ઉપર મોત બનીને તૂટી પડે તો જવાબદાર કોણ? રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનર બકુલ રૂપાણીએ જણાવ્યું હતું કે, જી.ડી.સી.આર.ના નિયમ મુજબ જાહેર રોડ હોય તેની ઉપરથી પસાર થાય એ રીતે હોર્ડિંગ્સ બોડ, બેનર પણ લગાવવાની મંજૂરી મળતી નથી. તો પછી અહીં તો ગોકુલ હોસ્પિટલની નવી અને જૂની બિલ્ડીંગ વચ્ચે બ્રિજ બનાવી નખાયો છે એ સંપૂર્ણ ગેરકાયદેસર જ છે. આ પ્રકારની કોઇ બાંધકામ પરવાનગી આપી ન શકાય.

પાર્કિંગની જગ્યામાં ઓફિસ બનાવી નખાઈ
બિલ્ડિંગની નીચેના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગની જગ્યામાં ઓફિસ બનાવી નાખવામાં આવી છે. મહાનગરપાલિકા તંત્ર અન્યત્ર જ્યાં પાર્કિંગમાં આ પ્રકારના દબાણ હોય ત્યાં કાર્યવાહી કરવા દોડાદોડ કરે છે. પરંતુ અહીં ગોકુલ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યામાં થયેલા દબાણ સામે આંખ આડા કાન કરી રહ્યું છે. પાર્કિંગની જગ્યામાં દબાણ હોવાથી દર્દીના સગા વ્હાલાઓના વાહનો રોડ ઉપર જ રાખવા પડે છે. જેના લીધે સાંકળા એવા વિદ્યાનગર મેઇન રોડ પર ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે.

અગાસી ઉપર અંદર કેન્ટિન ચાલાવામાં આવે છે
ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ અગાસી ખુલ્લી રાખવી ફરજિયાત છે. તેમાં કોઇપણ પ્રકારનું હંગામી કે કાયમી બાંધકામ ગેરકાયદેસર છે. અહીં ગોકુલ હોસ્પિટલમાં અગાસી પેક કરીને ફાયર ડોમથી આખો ગેરકાયદે માળ ખડકી દેવામાં આવ્યો છે. આ ફાયર ડોમમાં કેન્ટિન ચાલતી હોવાનું પણ કહેવાય છે. ગેસનો બાટલો ફાટે કે પછી શોર્ટ સર્કિટથી આગ લાગે તો આખી હોસ્પિટલ આગની લપેટમાં આવી જાય તેમા શંકાને કોઈ સ્થાન નથી.

આસપાસના લોકોની સહમતી લીધા બાદ બોર્ડમાં ઠરાવ મંજૂર થયો
બિનાબેન આચાર્ય, મેયર રાજકોટ -ગોકુલ હોસ્પિટલને વિદ્યાનગર મેઇન રોડ પર એક વર્ષો જૂની હોસ્પિટલ સામે બીજી નવી હોસ્પિટલ બનાવી હતી. આ બન્ને હોસ્પિટલમાં દર્દી અને ડોક્ટરને આવન જાવન માટે સંચાલકોએ રસ્તા ઉપરના ભાગે બ્રિજ બનાવવાની મંજૂરી માગી હતી. આ મંજૂરીમાં આસપાસના લોકોની સહમતી લીધી હતી. બાદ બોર્ડમાં દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...