તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનપેટે રકમ:ગોકુલ હોસ્પિટલના સંચાલક દાનપેટે 5 લાખ ચૂકવતા હતા, શિવાનંદ અને ગોકુલે કરાર કરી કોવિડ હોસ્પિટલ બનાવી’તી

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ દર્દીનાં મોત નીપજવાના પ્રકરણમાં શિવાનંદ મિશનના મેનેજિંગ ટ્રસ્ટીએ સમગ્ર ઘટના અંગે શિવાનંદ મિશનને કોઇ લેવાદેવા નહીં હોવાનો અને ગોકુલ લાઇફ કેરના સંચાલકો જવાબદાર હોવાનો દાવો કર્યો હતો.વીરનગરના શિવાનંદ મિશનના જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઇ કેશવલાલ મહેતા શુક્રવારે આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલે પહોંચ્યા હતા. અશોકભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, વીરનગરના શિવાનંદ મિશન દ્વારા રાજકોટના આનંદ બંગલા ચોક ખાતેની હોસ્પિટલમાં વર્ષોથી આંખનું નિદાન સારવાર કરવામાં આવે છે,

કોરોના સંક્રમણ વધતાં ગોકુલ લાઇફ કેર પ્રા.લી. દ્વારા હોસ્પિટલ બિલ્ડિંગ કોવિડ હોસ્પિટલ માટે આપવાનું કહ્યું હતું પરંતુ શિવાનંદ મિશનના ટ્રસ્ટીઓ કોવિડ હોસ્પિટલ માટે બિલ્ડિંગ આપવા ઇચ્છતા નહોતા, પરંતુ તે સમયની સ્થિતિને ધ્યાને લઇ કલેક્ટરે સૂચન કરતા શિવાનંદ મિશનના ટ્રસ્ટીઓ અને ગોકુલ લાઇફ કેરના સંચાલકો વચ્ચે કરાર થયા હતા.

કરાર મુજબ શિવાનંદ મિશન અને ગોકુલ લાઇફ કેર સંયુક્તપણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ચાલુ કરી હતી અને આ નવી હોસ્પિટલ અંગે તા.15 સપ્ટેમ્બર થી 15 જાન્યુઆરી સુધીનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટ મુજબ ગોકુલ લાઇફ કેર દ્વારા શિવાનંદ મિશનને દર મહિને રૂ.5 લાખ દાનપેટે આપવાના હતા, કોવિડ હોસ્પિટલનું સંપૂર્ણ સંચાલન ગોકુલ લાઇફ કેરનું રહેશે જેમાં શિવાનંદ મિશનનો કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...