લૂંટ:‘જે હોય તે આપી દે’, કહી 5 શખ્સે 9 હજાર લૂંટી લીધા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજી ડેમ, માંડાડુંગર પાસેની પીઠડઆઇ સોસાયટીમાં રહેતા હમીરભાઇ ઘોહાભાઇ પરાલિયા નામનો યુવાન ગત રાત્રીના ઘર તરફ જઇ રહ્યો હતો. ત્યારે આરતી સોસાયટીમાં પહોંચતા આ જ વિસ્તારમાં રહેતો છબો, સુનિયો સહિત પાંચ શખ્સે પાઇપનો ઘા કરી બાઇકને ઊભું રખાવ્યું હતું. ત્યાર બાદ છબાએ તારી પાસે જે કંઇ હોય તે આપી દેવા કહ્યું હતું. જેથી તેનો પ્રતિકાર કરતા છબાએ પાઇપના બે ઘા ફટકારી ખિસ્સામાંથી રૂ.9 હજાર રોકડા, તેમજ જરૂરી દસ્તાવેજો સાથેના પાકીટની લૂંટ ચલાવી નાસી ગયા હતા. હુમલામાં ઇજા થતા હમીરભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

અન્ય બનાવમાં શાપરમાં રહેતા કાનજી વાલજીભાઇ મકવાણા નામના યુવાનને રિક્ષામાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માથામાં કાચની બોટલ ફટકારી મોબાઇલ ઝૂંટવી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...