તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:નેતાઓની પત્નીને નહિ પણ મહિલા નેતાને ટિકિટ આપો

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટીદાર મહિલા આગેવાને ભાજપ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને ટ્વીટ કર્યું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓની પત્નીને નહીં પણ મહિલા નેતાને ટિકિટ મળે તે માટે સરદારધામના મહિલા આગેવાનોએ ભાજપ અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એનએસપીના પ્રદેશ પ્રમુખો, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રીને ટ્વીટ કરી સશક્ત મહિલાઓને ટિકિટ આપવા માંગ કરી છે. સરદારધામના મહિલા આગેવાન શર્મિલાબેન બાંભણિયાએ ટ્વીટ કરી માગણી કરી છે કે, મહિલા કોર્પોરેટર તરીકે હોય અને વહીવટ તેમના પતિ જ કરતા હોય છે. આ બદલવાની જરૂર છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સશક્ત મહિલાઓને જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે. આગેવાન કે કાર્યકરોની પત્નીને ટિકિટ ન અપાય એવી રાજકીય પાર્ટીના અધ્યક્ષો પાસે માંગ કરવામાં આવી છે. સક્ષમ મહિલાને જ ટિકિટ આપવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો