તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:20 ફેબ્રુઆરી સુધીમાં બજેટ મંજૂર કરવાની સત્તા આપો, મ્યુનિસિપલ કમિશનરનો સરકારમાં પત્ર

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યોજનાઓની જાહેરાત નવા પદાધિકારીઓ કરશે

રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ 20 ફેબ્રુઆરી સુધીમાં મંજૂર કરવું ફરજિયાત છે, પરંતુ મનપામાં મ્યુનિ. કમિશનર વહીવટદાર તરીકે છે અને નવા પદાધિકારીઓ ચાલુ માસના અંતમાં અથવા આગામી માસના પ્રથમ સપ્તાહમાં ચાર્જ સંભાળે તેવી સંભાવના છે. જેના પગલે મ્યુનિ. કમિશનરે રાજ્ય સરકારને પત્ર લખી બજેટ 20 ફેબ્રુઆરી સુધીમાં મંજૂર કરવાની સત્તા આપવા અનુરોધ કર્યો છે. બજેટમાં માત્ર કરવેરાની દરખાસ્ત હશે યોજનાઓની જાહેરાત નવા પદાધિકારીઓ આવ્યા બાદ થશે.

20 ફેબ્રુઆરી અગાઉ મનપાના બજેટની કરવેરા દરખાસ્તો મંજૂર કરવી ફરજિયાત છે, પરંતુ હાલમા મનપામાં વહીવટદાર શાસન હોવાથી બજેટ મંજૂર થઈ શકે તેમ નથી. આથી હાલતૂર્ત માત્ર કરવેરા દરખાસ્તો જેવી કે વ્યવસાય વેરો, હાઉસ ટેક્સ, પાણી વેરો, સફાઈ વેરો વગેરેને હાલમાં જે સ્થિતિ છે તે જ સ્થિતિમાં કોઈ પણ સુધારા વધારા કર્યા વગર મંજૂર કરવાની સત્તા આપવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો છે. હાલ માત્ર કરવેરા બજેટ મંજૂર કરી બાકીનું તમામ નવું બજેટ ચૂંટણી પછી જે પક્ષ શાસનમાં આવશે તે આપશે. જોકે સરકાર રાજકોટ સહિત છ મહાનગરપાલિકામાં બજેટ અંગે શું નિર્ણય કરે છે તે આગામી દિવસમાં જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો