તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નિકાસકારોને વહેલીતકે MEIS સ્કીમનો લાભ આપો : ચેમ્બર, કાર્યવાહી અમદાવાદથી થતાં સમય બગડે છે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

નિકાસકારો કોરોના બાદ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. ત્યારે તેઓને યોગ્ય સમયે મળવાપાત્ર લાભ મળે તો તેને રાહત મળે અને તેના ફસાયેલા નાણાં વહેલીતકે છૂટા થાય તેવી માગણી ચેમ્બરે ઉઠાવી છે. આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે બેન્ક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજરની મુલાકાત લીધી હતી અને વહેલીતકે સ્કીમ હેઠળ મળવાપાત્ર લાભ આપવા અંગે રજૂઆત કરી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા અને મંત્રી નૌતમભાઈ બારસિયાએ બેન્ક ઓફ બરોડાના નવનિયુક્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજર એલ. લિવ્યોનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નિકાસકારોની માટેની એમ.ઈ.આઈ.એસ સ્કીમ 31-12 ના રોજ પૂરી થઈ રહી છે.

અને 1-9-2020 ત્રણ મહિના સુધી એમઈઆઈએસ સ્કીમના સરકાર દ્વારા 5000 હજાર કરોડના લાભ નિકાસકારો માટે ફાળવવામાં આવેલ છે. જે લાભ નિકાસકારોને વહેલા તે પહેલાના ધોરણે મળવાપાત્ર છે, પરંતુ તેનું કામકાજ બેન્ક ઓફ બરોડાની બેન્ક ઓફિસ અમદાવાદથી થઈ રહ્યું છે. જેથી ત્યાં પૂરતો સ્ટાફ ન હોય નિકાસકારોને એમ.ઈ.આઈ.એસ સ્કીમનો લાભ 3 ટકા પણ મળી શકે તેમ નથી. તેથી રાજકોટની બેન્ક ઓફ બરોડાની મેઈન બ્રાન્ચમાં તેનું કામકાજ સોંપવામાં આવે તો નિકાસકારો સ્કીમનો લાભ લઈ શકે અને સમય પણ બચે તેવી રાજકોટ ચેમ્બરે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો