તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ગીતાંજલિ કોલેજ LLB સેમ-2ની 1 પેપરની પરીક્ષા લેવાનું જ ભૂલી ગઇ!, નાપાસ વિદ્યાર્થીઓને પેપર લખવા દબાણ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ.એ એલ.એલ.બી. સેમેસ્ટર 2નું પરિણામ જાહેર કર્યું હતું. આ પરિણામમાં મોટીટાંકી ચોકમાં આવેલી ગીતાંજલિ કોલેજના તમામ 30 વિદ્યાર્થી નાપાસ થયા છે. કોલેજ સંચાલકો યુઝ ઓફ ઇન્ટરનેટ ઇન લીગલ એજ્યુકેશનની પરીક્ષા લેવાનું જ ભૂલી ગયા હતા. બાદમાં કોલેજ સંચાલકોએ વિદ્યાર્થીઓને મિટિંગના નામે બોલાવ્યા અને તેઓને હાથમાં એક પેપર આપ્યું અને કહ્યું ‘આ પેપર અત્યારે જ લખીને આપી દો. જવાબ જેટલો આવડતો હોય તેટલો લખો તો પણ ચાલશે’ પરંતુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવા ઇનકાર કર્યો છે.

ગીતાંજલિ કોલેજના સંચાલકોની બેદરકારીના કારણે એલએલબી સેમેસ્ટર 2માં તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. એલ.એલ.બી. સેમેસ્ટર 2માં 100 માર્કસનું યુઝ ઓફ ઇન્ટરનેટ ઇન લીગલ એજ્યુકેશન પેપર હોય છે. આ વિષયની પરીક્ષા કોલેજ સંચાલકોએ લેવાની હોય છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ.એ એલ.એલ.બી. સેમેસ્ટર 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં ગીતાંજલિ કોલેજના તમામ 30 વિદ્યાર્થી નાપાસ થયા હતા. વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા તે વિષયની પરીક્ષા જ તેમણે આપી ન હતી. બાદમાં કોલેજ સંચાલકોએ વિદ્યાર્થીઓને મિટિંગના નામે બોલાવી પરીક્ષા લેવા પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ થયા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો