કોરોના ઇફેક્ટ:બજારમાં રૂ.80ની કિલો મળતી ગીરની પ્રખ્યાત કેસર કેરી લંડન મોકલવાનો ચાર્જ રૂપિયા 270

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના લીધે એરકાર્ગો મોકલવાનો ચાર્જ દોઢ ગણો
  • કતાર કેરી મોકલવાનો ચાર્જ રૂ.141 થતા વેપાર ઘટ્યો

જૂનાગઢની કેસર કેરી દેશ ઉપરાંત વિદેશમાં પણ વખણાય છે અને દર વર્ષે ટનબંધ કેરીઓ યુ.કે., યુએસએ, દુબઇ, કતાર, યુરોપિયન કન્ટ્રીમાં જાય છે તેના વેપારને પણ આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે કેરી મોકલવાના એર કાર્ગોનો ભાવ દોઢ ગણો થઇ ગયો છે. જેના કારણે યુ.કે.માં કેરીનો ભાવ આ વર્ષે ડબલ થઇ ગયો છે. કુરિયર કાર્ગો સર્વિસિસના ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે મુંબઇથી દર વર્ષે કેસર કેરી એર કાર્ગો મારફત લંડન મોકલવામાં આવે છે અને અંદાજે 1200 કિલોગ્રામનો એર કાર્ગો મોકલવામાં આવે છે. ગત વર્ષે મુંબઇથી લંડન કેરીનો એર કાર્ગો મોકલવાનો એક કિલોગ્રામનો ભાવ રૂ.160થી 175 આસપાસ ચાલતો હતો જે આ વર્ષે કોરોનાને કારણે વધીને રૂ.270 એક કિલોગ્રામનો ભાવ થઇ ગયો છે.

કેરીના ભાવ 20 પાઉન્ડે પહોંચ્યા તેવી જ રીતે કતાર(દોહા) 1400 કિલોનો એર કાર્ગો મોકલવામાં આવે છે અને તેનો ગત વર્ષે કેરી મોકલવાનો ચાર્જ એક કે.જી.નો  રૂ.90 થી 100  આસપાસ હતો જે આ વર્ષે વધીને સીધો રૂ. 141 જેવો થઇ ગયો છે. જ્યારે સિંગાપોર અને થાઇલેન્ડના એક કિલોના ભાવ રૂ.270 ચાલી રહ્યો છે. જ્યારે અમેરિકામાં કેરી લઇ જવાનું બંધ હોવાનું  કાર્ગો સર્વિસિસ સંચાલકોએ જણાવ્યું હતું. યુ.કે.માં પેસેન્જર ફલાઇટ બંધ હોવાથી હવે સ્પેશિયલ એર કાર્ગો મારફત કેરી મોકલવાની હોવાથી તેના ભાવમાં વધારો થયો છે અને તેના પરિણામે લંડનમાં ગત વર્ષે 10 થી 12 પાઉન્ડમાં એક ડઝન કેરીનું બોક્સ મળતું હતું તેનો ભાવ આ વર્ષે 20 પાઉન્ડ થઇ ગયો છે. અમુક વિસ્તારોમાં તો કેરીના 1 ડઝનના બોક્સનો ભાવ 25 પાઉન્ડ સુધી ચાલી રહ્યાનું જાણવા મળે છે. 

અન્ય સમાચારો પણ છે...