દેશના રક્ષક માટે રક્ષા:રાજકોટની લાલ બહાદુર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ 1111 રાખડી અને રક્ષા પત્રો સરહદ પર મોકલ્યા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થિનીઓએ રાખડી બનાવી અને રક્ષા પત્રો લખી જવાનોને મોકલ્યા. - Divya Bhaskar
વિદ્યાર્થિનીઓએ રાખડી બનાવી અને રક્ષા પત્રો લખી જવાનોને મોકલ્યા.

દેશની સરહદ પર તૈનાત જવાનો તહેવારોના સમયે પણ તેમના પરિવારથી દૂર રહી દેશની રક્ષા કરે છે. ત્યારે આ જવાનોના રક્ષાબંધનના તહેવાર પર કાંડું ખાલી ન રહે તે માટે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ 1111 રાખડી અને રક્ષાપત્રો સરહદ પર મોકલ્ય છે. આ સ્કૂલની ધો.9થી 12ની વિદ્યાર્થિનીઓએ રક્ષાબંધન નિમિત્તે રાખડી સાથે લાગણીસભર પત્રો પણ લખીને મોકલ્યા છે.

વિદ્યાર્થિનીઓએ લાગણીસભર પત્રો પણ લખ્યા
શહેરના સદર વિસ્તારમાં આવેલી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ ઘણા દિવસની મહેનત બાદ પોતાની જાતે 1111 જેટલી રાખડી તૈયાર કરી હતી. રાખડીઓ સાથે વિદ્યાર્થિનીઓએ સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને ભાઇ-બહેનનાં પવિત્ર સંબંધોવાળા લાગણીસભર પત્રો પણ લખ્યા છે. વિદ્યાર્થિનીઓએ તૈયાર કરેલી રાખડી અને પત્રવાળા તમામ કવરો પોસ્ટ વિભાગના અધિકારીને સોંપ્યા હતા. આ રાખડીઓને પોસ્ટ વિભાગના માધ્યમથી સરહદ પર મોકલવામાં આવશે.

સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા રાખડી બનાવવામાં આવી અને રક્ષાપત્રો પણ લખવામાં આવ્યા.
સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા રાખડી બનાવવામાં આવી અને રક્ષાપત્રો પણ લખવામાં આવ્યા.

પાંચ વર્ષથી આ સ્કૂલ દ્વારા રાખડી મોકલવામાં આવે છે
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય દ્વારા દરેક તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રક્ષાબંધનની દેશપ્રેમ સાથે પાછલા પાંચ વર્ષથી રાખડી અને રક્ષાપત્ર મોકલીને ઉજવણી કરવામાં આવે છે. શાળાના ટ્રસ્ટી ડો.અલ્પાબેન ત્રિવેદી, આચાર્ય ડો.ભરતસિંહ પરમાર સહિત સમગ્ર ટીમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાખડી બનાવનાર દીકરીઓ જણાવ્યું હતું કે, રક્ષાબંધનની ઉજવણી તો આપણે બધા કરીએ છીએ. પરંતુ ખરા અર્થમાં આપણી અને આપણા દેશની રક્ષા કરનાર જવાનોની રક્ષા થાય તે ખૂબ જરૂરી છે. જેથી અમોએ અમારી મહેનતથી રાખડી અને અમારા લાગણીભર્યા રક્ષાપત્રો અમે મોકલ્યાં છે.

વિદ્યાર્થિનીઓએ લાગણીસભર પત્રો લખ્યા.
વિદ્યાર્થિનીઓએ લાગણીસભર પત્રો લખ્યા.