ક્રાઇમ:રાજકોટમાં પોલીસ મથકની સામે યુવતીના મોબાઇલની ચીલઝડપ, પોલીસમાં ફરિયાદ કરતા 8 ચોરીનો ભેદ ખુલ્યો, બે ની ધરપકડ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ચીલઝડપ કરનાર ટોળકીના બે સભ્યોએ પકડાયા બાદ અન્ય 6 ચીલઝડપની કબુલાત કરી, વધુ બે સભ્યોની શોધખોળ

રાજકોટમાં ગત રાત્રે બજરંગવાડી પોલીસ મથકની સામે યુવતીના મોબાઇલની ચીલઝડપ કરવામાં આવી હતી. આ અંગે યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ કરતા 8 ચીલઝડપનો ભેદ ખુલ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા બે સપ્તા માં આઠ જેટલા મોબાઈલની ચીલઝડપ કરનાર બે શખ્સોને ગાંધીગ્રામ પોલીસે સકંજામાં લીધા છે.જયારે તેના બે સાગરીતોની શોધખોળ શરુ કરવામાં આવી છે. આ ચાર શખ્સોની ટોળકીએ અલગ અલગ જગ્યાએથી મોબાઈલની ચીલઝડપ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.જેની વિશેષ પુછપરછ પોલીસ કરી રહી છે.

યુવતી પોતાની ઓફિસેથી પગપાળા ઘરે જતી
પ્રાપ્ત વિગતો અનુસાર રૈયા રોડ પરના શિવાજી પાર્ક શેરી નં-4 માં રહેતી અને બજરંગવાડીમાં એક ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી ભુમિબેન પ્રશાંતભાઈ ખખ્ખર (ઉ.વ.22) પોતાની ઓફિસેથી પગપાળા ઘરે જતી હતી ત્યારે બજરંગવાડી પોલીસ ચોકીની સામે આવેલા મહાદેવના મંદિર પાસે પાછળથી સીલ્વર કલરના બાઈક પર ધસી આવેલા બે શખ્સો તેના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ કરી નાસી ગયા હતા.

યુવક મોબાઈલ ફોનમાં વાત કરતો હતો
અન્ય બનાવમાં મૂળ જામજોધપુરના વતની હાલ રાજકોટમાં કે.કે.વી હોલ નજીક આવેલ એ.પી.પાર્ક શેરી નંબર 2 માં કૌશલભાઈના મકાનમાં ભાડેથી રહેતો અને અભ્યાસ કરતો કશ્યપ હિતેશભાઈ ખુંટ (ઉ.વ. 18)કોટેચા ચોકથી ઇન્દિરા સર્કલ તરફ ચાલીને જતો હતો અને મોબાઈલમાં વાત કરતો હતો ત્યારે બાઈક ઉપર આવેલ બે શખ્સોએ રૂ.7 હજારની કિમતના મોબાઈલની ચીલઝડપ કરી હતી.

બન્ને ચીલઝડપમાં સંડોવાયેલા બંને આરોપીઓ સકંજામાં
આ બન્ને કિસ્સામાં ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતા એક જ ટોળકીની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હોય પોલીસે આ બન્ને ચીલઝડપમાં સંડોવાયેલા બંને આરોપીઓ સકંજામાં આવી જતા ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.હાલ પોલીસ તપાસમાં ચીલઝડપના કુલ 8 જેટલા ગુનાના ભેદ ખુલે તેવી સંભાવના છે. ટોળકીના અન્ય બે સભ્યોની શોધખોળ શરુ કરવામાં આવી છે.અને અન્ય પોલીસ મથકમાં બનેલા બનાવો જેમાં હાલ પોલીસે માત્ર અરજી લીધી હોય તેની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.