તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:જેતલસરમાં જાહેરમાં સગીરાની એકતરફી પ્રેમીએ છરીના 35 ઘા મારી હત્યા કરી, આજે ગામ સ્વયંભૂ બંધ, મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

રાજકોટ2 મહિનો પહેલા
દીકરીની તસવીર હાથમાં રાખી માતા રડી પડ્યા.
  • ગ્રામજનોએ ગામમાં આરોપીનું સરઘસ કાઢવા માગ કરી, સગીરાએ વારંવાર લગ્નની ના પાડી હતી
  • આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ, પિતાએ આરોપીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો

જેતપુર તાલુકાના જેતલસર ગામે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તરુણીને વારંવાર લગ્ન કરવા દબાણ કર્યું હતું અને તે વારંવાર ના પાડતી હતી, આથી જયેશ ગિરધરભાઈ સરવૈયા નામના શખસે ગઇકાલે મંગળવારે બપોરના સમયે માતા-પિતા મજૂરી અર્થે બહાર ગયાં હોઈ, ત્યારે યુવતીના ઘરે જઈ ભાઈ-બહેન એકલાં હતાં ત્યારે છરીના આડેધડ 35 ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. આના વિરોધમાં આજે જેતલસર ગામે સ્વયંભૂ બંધ પાળ્યો છે. ગ્રામજનો એકત્ર થઈ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને કડકમાં કડક સજા ન કરવામાં આવે ત્યાં સુધી તરુણીનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો છે.

આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એવી પણ માગ
ગઈકાલે ઘરની બહાર કાઢી જાહેરમાં સગીરાની હત્યા થતાં આજે જેતલસર ગામે સ્વયંભૂ સવારથી જ દુકાનો બંધ રાખી ગ્રામજનોની બેઠક મળી હતી, જેમાં આરોપીની જાહેરમાં સરભરા કરી અને આકરામાં આકરી સજા કરવા માગ કરી છે. સગીરાના નાના ભાઈ પર પણ છરીના પાંચ ઘા માર્યા હતા. આ ઘટનાને લઇ જેતલસર ગામનાં ગ્રામજનો એકઠાં થયાં છે અને આવાં અવારા તત્ત્વો સામે આકરામાં આકરાં પગલાં લેવાય એવી માગ ઊઠી છે. બંધમાં સર્વ જ્ઞાતિના લોકો જોડાયા છે અને એકઠા થયા છે. ગામની અંદર આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એવી પણ માગ કરાઇ છે.

ગ્રામજનો એકઠા થઈ આરોપીનું સરઘસ કાઢવા માગ કરી.
ગ્રામજનો એકઠા થઈ આરોપીનું સરઘસ કાઢવા માગ કરી.

ઘરમાંથી ઢસડીને બહાર લાવી તરુણીની હત્યા કરી
હત્યાનો ભોગ બનેલી સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી (ઉં.વ.16) જેતપુર ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, આથી આરોપી વારંવાર તેની પાછળ જઈને તેને હેરાનપરેશાન કરતો હતો. તરુણીએ તેને વારંવાર સમજાવ્યો, પરંતુ જયેશ ટસનો મસ થયો ન હતો. મંગળવારે બપોરના યુવતીના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી અને શીતલબેન કિશોરભાઈ મજૂરી માટે ગયાં હતાં, ત્યારે જયેશે સૃષ્ટિને ઘરમાંથી બહાર ઢસડીને કાઢી હતી અને તું મારી સાથે લગ્ન કર એવી જબરદસ્તી કરી હતી, આથી યુવતીએ વારંવાર ના પાડતાં તેને ઢોર માર માર્યો હતો. આટલેથી ન અટકી જયેશે સાથે રાખેલી છરી કાઢીને યુવતીને અસંખ્ય ઘા માર્યા હતા, આથી તરુણી લોહીના ખાબોચિયામાં ઢળી પડી હતી.

જેતલસરના તમામ વેપારીએ દુકાન બંધ કરી વિરોધમાં જોડાયા.
જેતલસરના તમામ વેપારીએ દુકાન બંધ કરી વિરોધમાં જોડાયા.

ભાઈ બચાવવા વચ્ચે પડતાં આરોપી તેને પણ છરીના 5 ઘા ઝીંક્યા
આ જોઇ યુવતીનો ભાઈ હર્ષ બહેનને બચાવવા આડો પડ્યો હતો. ત્યારે આરોપીએ મોઢું જોયા વગર પાંચ છરીના ઘા તેને પણ ઝીંકી દીધા હતા. ઘટનાની જાણ થતાં યુવતીના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી પોતાની વાડીએથી ઘરે આવ્યા હતા અને પોલીસને જાણ કરી ત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્થળ પર દોડી આવી મૃતકની ડેડબોડીને જેતપુર સિવિલ બાદ એફએસએલ પીએમ. માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

મૃતક સૃષ્ટિની ફાઇલ તસવીર.
મૃતક સૃષ્ટિની ફાઇલ તસવીર.

ભાઈને પાડોશીના ઘરમાં લઈ જવાતાં બચી ગયો
આરોપી જયેશ જાણે માનસિક સ્થિતિ ગુમાવી ચૂકયો હોય એમ આડોશપાડોશના લોકો પર પણ હુમલો કરવાની તૈયારીમાં હતો. ત્યારે લોકોએ સમયસૂચકતા વાપરી યુવતીના ભાઇ હર્ષને પાડોશીના ઘરમાં લઈ ગયા હતા અને જોરદાર બૂમાબૂમ થઇ જતાં જયેશ સરવૈયા ત્યાંથી નાસી છૂટયો હતો. આરોપી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. ગુનાહિત પ્રવૃત્તિ વધતાં તેના પિતાએ કંટાળીને તેને ઘરવટો આપ્યો હતો. થોડા સમય પૂર્વે યુવતીને છેડતાં યુવતીના પિતાએ આરોપીના પિતા ગિરધર સરવૈયાને તેના પુત્રને સમજાવવા વાત કરી હતી, પરંતુ આરોપી કોઈના કહ્યામાં ન હોવાથી જૂની અદાવતનો ખાર રાખી યુવતીના પિતા તેના પિતાને ફરિયાદ કરવા ગયા તે બાબતનો ખાર રાખી ગુનાને અંજામ આપ્યો હતો.

પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી.
પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી.

(હિતેષ સાવલિયા, જેતપુર)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો