તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નવનિર્મિત બિલ્ડિંગના 8મા માળેથી નીચે પડતા બાળકીનું મોત

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રૈયારોડ પર આલાપ ગ્રીનસિટી નજીક નવા બંધાઇ રહેલા બિલ્ડિંગના આઠમા માળેથી નીચે ખાબકતાં ત્રણ વર્ષની કિંજલ સંજયભાઇ માળી નામની બાળકીનું મોત નીપજ્યું છે. યુનિવર્સિટી રોડ પોલીસની તપાસમાં મૂળ દાહોદના અને અહીં કડિયાકામ સહિતનું મજૂરીકામ કરતા સંજયભાઇ તેની પત્ની આઠમા માળે કામ કરી રહ્યા હતા. સાથે ત્રણ વર્ષની પુત્રી કિંજલ પણ હતી. ત્યારે કિંજલ રમતાં રમતાં આઠમા માળેથી નીચે પટકાઇ હતી.

બનાવની સંજયભાઇ અને તેની પત્નીને જાણ થતા તુરંત નીચે દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલી પુત્રીને સારવાર માટે 108ની ટીમને જાણ કરી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી 108ની ટીમે તપાસ કરતા બાળકીનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. કિંજલ બે બહેનમાં મોટી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો