ન્યૂડ ડાન્સનાં દૃશ્યો:રાજકોટની ઈમ્પિરિયલ પેલેસ હોટલમાં યુવતીનો નિર્વસ્ત્ર ડાન્સ, સામેની બિલ્ડિંગમાંથી કોઈએ વીડિયો ઉતારી વાઈરલ કર્યો હોવાની આશંકા

રાજકોટ2 મહિનો પહેલા
યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં ડાન્સ કરતો વીડિયો વાઇરલ.
  • વાઇરલ વીડિયો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો
  • ન્યૂડ પાર્ટી હોવાનું અને યુવતી કોઈ મોડેલ કે ટીવી એક્ટ્રેસ હોવાની ચર્ચા

રાજકોટ શહેરનાં પોશ એરિયામાં આવેલી ખ્યાતનામ 5 સ્ટાર હોટલમાં યુવતી નિવર્સ્ત્ર હાલતમાં ડાન્સ કરતી હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો. આ વીડિયો આજે સવારથી શહેરમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. ત્યારે આ વાઇરલ વીડિયો મામલે રાજકોટ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો વાઇરલ વીડિયો શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઈમ્પિરિયલ પેલેસ પહોંચી ગઈ છે.

કોઈ પાર્ટી હોવાનું તો કોઈ મોડેલ હોવાની ચર્ચા
રાજકોટ શહેરનાં ટ્રાફિકથી ધમધમતા અને પોશ વિસ્તારમાં આવેલી હોટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક યુવતી નગ્ન હાલતમાં ડાન્સ કરતી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. વાઇરલ વીડિયો અંગે અનેક પ્રકારની જુદી જુદી ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં કોઈ પાર્ટી હોવાનું તો કોઈ મોડેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે રાજકોટની હોટેલમાં શું આ પ્રકારની અશ્લીલ હરકતો ચાલી રહી છે?

હોટલમાં યુવતી નિવર્સ્ત્ર હાલતમાં ડાન્સ કરતી જોવા મળી.
હોટલમાં યુવતી નિવર્સ્ત્ર હાલતમાં ડાન્સ કરતી જોવા મળી.

આ કાંઇ થોડુ મંદિર છે કે, લોકો પૂજા કરેઃ હોટલ મેનેજર
ઇમ્પિરિયલ પેલેસ હોટલનાં મેનેજર રાહુલ રાવે જણાવ્યું હતું કે, હોટલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયો એડિટીંગ કરી કોઈએ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. હોટલમાં આવતા ગ્રાહક રૂમની અંદર શું કરે છે તે અમે થોડું જોવા જઇએ છીએ. આ કાંઈ થોડું મંદિર છે કે, અહીં લોકો પૂજા કરે...પોલીસ તપાસમાં જે આવશે તેમાં અમે સહયોગ આપીશું.

યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરાશે
દિવ્ય ભાસ્કરે DCP મનોહરસિંહ જાડેજા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

રાજકોટ પોલીસ તપાસ કરવા હોટલ જવા રવાના.
રાજકોટ પોલીસ તપાસ કરવા હોટલ જવા રવાના.

દિવ્યભાસ્કરે કરેલા સવાલોના DCPએ આપ્યા જવાબ
દિવ્ય ભાસ્કર : વાઇરલ વીડિયો કંઈ હોટેલનો છે?
DCP: હાલ કહી શકાય તેમ નથી, તપાસ બાદ માલૂમ થશે કે આ વીડિયો કંઈ હોટેલનો છે.

પોલીસ ઇમ્પિરિયલ પેલેસ હોટલ પહોંચી.
પોલીસ ઇમ્પિરિયલ પેલેસ હોટલ પહોંચી.

દિવ્ય ભાસ્કર: વાઇરલ વીડિયો અંગે શું તપાસ કરવામાં આવશે?
DCP: વીડિયો અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર: વાઇરલ વીડિયો અંગે શું કહેશો?
DCP: આ વીડિયો જોયો પરંતુ વીડિયોમાં યુવતી નગ્ન હાલતમાં છે કે નહીં તે સ્પષ્ટ જોઈ શકાતું નથી.

યુવતી કોણ તે હાલ તપાસનો વિષય.
યુવતી કોણ તે હાલ તપાસનો વિષય.

યુવતી કોણ, કોણે બોલાવી તે તપાસનો વિષય
શહેરની જાણિતી હોટલમાં ન્યૂડ ડાન્સ પાર્ટીનું આયોજન કોણે કર્યું અને ડાન્સર કોણ હતી તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હાલ તો આ વીડિયો શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હોટલના રૂમમાં યુવતીના નિર્વસ્ત્ર ડાન્સરનો વીડિયો કોઇએ સામેની બાજુ ઉંચી બિલ્ડીંગમાંથી ઉતાર્યો હોવાનું પણ બહાર આવી રહ્યું છે. હોટલની બારી ખુલ્લી રાખી હતી કે પછી કોઇ અંદરથી ફૂટી ગયું હોય તેવી ચર્ચા જાગી છે.

પોલીસ રૂમની અંદર તપાસ માટે પહોંચી.
પોલીસ રૂમની અંદર તપાસ માટે પહોંચી.