ચેકિંગ:રાજકોટના તમામ કેમિકલ્સનાં કારખાનામાં ફાયર અંગે ચેકિંગ, આજી જી.આઇ.ડી.સી., ભક્તિનગર ફાયરની ટીમ દોડી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં કેમિકલ્સની કંપનીમાં આગની દુર્ઘટના બન્યા બાદ રાજકોટ ફાયર વિભાગે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ફાયરનાં સાધનો અંગે ચેકિંગ શરૂ કર્યું છે. જેમાં આજી જી.આઇ.ડી.સી. અને ભક્તિનગર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ફાયરની ટીમે ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગમાં ત્રણ કારખાનાઓ કેમિકલ્સના મળી આવ્યા છે જ્યા ફાયરના સાધનો અંગે ચેકિંગ કરી કારખાના માલિકને જરૂરી સાધનો રાખવા સૂચના આપી છે.

રાજકોટ ચીફ ફાયર ઓફિસર ખેરે જણાવ્યું હતું કે અમદાવાદની ઘટનાના પગલે તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેરમાં આવેલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેટલા કેમિકલ્સના કારખાના આવ્યા છે તેનો સર્વે ચાલુ કર્યો છે. અને ત્યાર બાદ કેમિકલ્સના કારખાનાઓમાં જરૂરી ફાયર સુવિધા અંગે ચેકિંગ કરી તાકીદ આપવામાં આવી છે.રાજકોટમાં આજી જીઆઇડીસી વિસ્તારમાં ત્રણ કારખાનાઓ કેમિકલ્સના છે અને તે પણ નાના એકમો છે. ત્યા જરૂરી ફાયરના સાધનો અંગે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત ફાયરની ટીમે ભક્તિનગર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં ચેકિંગ કર્યું છે પણ કેમિકલ્સના કારખાના મળ્યા નથી.

આજી GIDCમાં ફાયર સ્ટેશન શરૂ કરવા માગ
આજી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલને પત્ર લખી માગ કરી છે કે આજી જીઆઇડીસી વિસ્તારમાં 550થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે. તેમજ અમારી આસપાસના 8થી 10 વિસ્તારમાં પણ ઔદ્યોગિક એકમો આવેલા છે. જે આશરે 1000 કરતા પણ વધારે છે. અમારા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વિસ્તારથી ફાયર સ્ટેશન ચાર કિલો મીટર દૂર છે. તેથી કોઇ અકસ્માત બને તો ફાયરની ટીમ પહોંચે તે પહેલા મોટો અકસ્માત થઇ શકે છે. તેથી અહી ફાયર સ્ટેશન ફાળવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...