જીએસટીમાં અંદાજીત 1500 થી વધુ કરદાતાને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, વેટમાં તમારી ક્રેડિટ પડી છે. જીએસટીમાં લઇ જાવ. એસેસમેન્ટના અનુસંધાને મળેલી નોટિસને કારણે કરદાતાની મૂડી બ્લોક થશે. પૈસા હોવા છતાં તેઓ વાપરી નહિ શકે તેમ ટેક્સ કન્સલ્ટન્ટ એસો.ના હેમલ કામદાર જણાવે છે. વધુમાં તેના જણાવ્યાનુસાર જીએસટીમાં એ.એસ.એમ.ટી. અનુસાર એસેસમેન્ટ શરૂ થયા છે. જે અત્યાર સુધીની પહેલીવાર સિસ્ટમ છે. વેટના રિફંડ જીએસટીમાં લઇ જવાની વાત કરે છે તેનાથી બેંક બેલેન્સ જોવા મળશે પરંતુ વાપરી નહિ શકાય. તેમ ટેક્સ કન્સલ્ટન્ટ જણાવી રહ્યાં છે.
જીએસટીમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ડિફોલ્ટર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. છ માસથી જે ટેક્સ નહિ ભરે તેનો નંબર રદ થશે. જોકે જૂનું લેણું વસૂલવા કવાયત હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં રૂ. 2 કરોડ સુધીની વસૂલાત પણ થઈ ગઈ છે. જો જૂની રકમ ભરપાઈ નહિ કરવામાં આવે તો બેંક- મિલકત ટાંચમાં લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ચૂંટણી પૂર્ણ થતાની સાથે જીએસટી વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ ત્રણ મહિના બાદ નાણાકીય વર્ષ પૂર્ણ થશે. હાલ હિસાબ- કિતાબની કામગીરી ચાલુ હોય છે. તો બીજી બાજુ આપેલો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે પણ આગામી દિવસોમાં સર્ચ- સરવે હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
આઈટીસી લેવાની મુદત વધારી તો રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી
હાલ નવા નંબર લેવામાં સૌથી વધુ મુશ્કેલી પડે છે. ત્રણ-ચાર દિવસથી સાઇટ ચાલતી જ નથી. રજિસ્ટ્રેશન કરીએ તો એરર બતાવે છે. આ સિવાય આઈટીસી લેવાની મુદત સપ્ટેમ્બર માસ હોય છે. તેના બદલે આ વખતે નવેમ્બર માસ કરી. બે માસની મુદત વધવાને કારણે તો રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી પડે છે.
આઇટીસીમાં બદલાવ આવે ત્યારબાદ રિટર્ન ફાઈલ કરી શકાય છે. જીએસટીમાં ઓડિટ અને વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની અંતિમ મુદત 31 ડિસેમ્બર છે. મુદત વધારવી જોઈએ તેવી માગણી ઊઠી છે. જીએસટી સિવાય આઈટીના રિટર્ન ફાઈલ કરવાની કામગીરી ચાલી રહી છે. 31 ડિસેમ્બર એ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ મુદત છે. જેમાં પેનલ્ટી સાથે રિટર્ન ફાઈલ કરી શકાશે. ત્યારબાદ રિટર્ન ફાઈલ થશે નહિ તેમ ટેક્સ કન્સલ્ટન્ટ જણાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.