તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:રાજકોટ મનપામાં સામાન્ય સભા, મેયરે કહ્યું- વિપક્ષના કોર્પોરેટર અભ્યાસ કર્યા વગર બજેટમાં આવ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કરેલા બજેટને સર્વાનુમત્તે મંજૂર કરતા શાસકો

રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી. નાંણાકીય વર્ષ 2021-22 માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2291.24 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. એ વખતે જે અંદાજપત્રને પદાધિકારીઓ અને કોર્પોરેટરો દ્વારા સર્વાનુ મતે મંજુર કરવામાં આવ્યું હતું. વિપક્ષના મહિલા કોર્પોરેટર દ્વારા વેરા માફીની માંગ કરી હતી જો કે શાસકો એ શું માફી કરવી સુજાવ આપવાનું કહેતા ચોક્કસ જવાબ આપી શક્યા ન હતા જેથી મેયરે કહ્યું હતું કે વિપક્ષના કોર્પોરેટર અભ્યાસ કર્યા વગર બજેટમાં આવ્યા છે.

9 દરખાસ્તો મંજુર કરવામાં આવી
શહેરમાં આજે સવારે 11 વાગ્યે મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં અંદાજપત્ર મંજૂર કરવા, યથાવત કરવેરાને મંજૂરી આપવા, મિલ્કત વેરામાં દર વર્ષે અપાતી વળતર યોજના મંજૂર કરવા સહિતની 9 દરખાસ્ત મુકવામા આવી હતી. રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલના 2275.80 કરોડના બજેટના કદમાં 56.70 કરોડની યોજના ઉમેરવામાં આવી છે. એકંદરે વધઘટ કરીને આ બજેટનું કદ 15.44 કરોડ વધારવામાં આવ્યું છે. જેમાં શાસકોએ ઘણી નવી યોજનાઓ પણ ઉમેરી હતી અને એ બજેટને સર્વાનુ મતે મંજુર કરવામાં આવ્યું હતું.

વિપક્ષના કોર્પોરેટર અભ્યાસ કર્યા વગર બજેટમાં આવ્યા - મેયર
ચાર દિવસ પહેલા પૂર્વ વિપક્ષનેતા વશરામભાઇ સાગઠીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે. પરંતુ તેમણે જણાવ્યું હતું કે તેઓની તબીયત સારી છે. જો કે રીપોર્ટ નેગેટીવ ન આવતા તેઓ આજની સામાન્ય સભામાં હાજરી આપી શક્યા ન હતા. આ વખતની ચૂંટણીમાં 72 માંથી કોંગ્રેસના માત્ર 4 સભ્યો ચૂંટાયા છે. એટલે એક રીતે તો વિરોધ પક્ષ આઇસોલેશન જેવી સ્થિતિમાં જ છે. પ્રથમ બોર્ડમાં આજે વિરોધ પક્ષ કોઇ ખાસ મિજાજ દેખાડી શકી છે ન હતી. વિપક્ષના મહિલા કોર્પોરેટર દ્વારા વેરા માફીની માંગ કરી હતી જો કે શાસકો એ શું માફી કરવી સુજાવ આપવાનું કહેતા ચોક્કસ જવાબ આપી શક્યા ન હતા જેથી મેયર એ જણાવ્યું હતું કે વિપક્ષના કોર્પોરેટર અભ્યાસ કર્યા વગર બજેટમાં આવ્યા હતા. એડવાન્સ ટેક્સમાં 5% માફી આપવામાં આવે છે અને તેમાં પણ મહિલાઓને વધુ 5% માફી આપવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો