• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • General Coaches Of 241 Trains Of Western Railway Freed From Reservation, Saving Rs 1.56 Crore Per Month For An Estimated 10.41 Lakh Passengers In The State

ભાસ્કર એનાલિસિસ:પશ્ચિમ રેલવેની 241 ટ્રેનના જનરલ કોચ રિઝર્વેશન ફ્રી કર્યા, રાજ્યમાં મહિને અંદાજિત 10.41 લાખ યાત્રિકના 1.56 કરોડ રૂપિયા બચશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિ ટિકિટ રૂ.15 ચાર્જ વસૂલાતો હવે બંધ, કોરોનાકાળમાં જનરલ કોચમાં રિઝર્વેશન કરાવવું પડતું હતું

કોરોનાકાળ દરમિયાન વેસ્ટર્ન રેલવેની 241 ટ્રેનમાં ભીડ અટકાવવા માટે જનરલ કોચમાં પણ રિઝર્વેશન ટિકિટથી જ મુસાફરી કરવી પડતી હતી. યાત્રિકોએ પ્રતિ ટિકિટ રૂ.15 રિઝર્વેશન ચાર્જ ચૂકવવો પડતો હતો અને જનરલના એક કોચમાં માત્ર 72 યાત્રિકને જ બેસવાની પરવાનગી હતી, પરંતુ હવે જ્યારે કોરોના મહામારીમાં રાહત મળી છે ત્યારે પશ્ચિમ રેલવેએ તેની કુલ 241 ટ્રેનમાં જનરલ કોચમાં રિઝર્વેશન કરાવવામાંથી મુક્તિ આપી છે. જનરલ કોચ રિઝર્વેશન ફ્રી કર્યા, મહિને અંદાજિત 10.41 લાખ યાત્રિકના 1.56 કરોડ રૂપિયા બચશે.

જનરલ કોચમાં પહેલા રિઝર્વેશન હોવાથી 72 યાત્રિક બેસી શકતા, હવે 125થી વધુ મુસાફરો યાત્રા કરી રહ્યા છે. અગાઉ પશ્ચિમ રેલવેની 241 ટ્રેનમાં જનરલ કોચમાં અંદાજિત 34 હજાર યાત્રિક મુસાફરી કરી શકતા હતા પરંતુ હવે કોઈ મર્યાદા નહીં હોવાથી 60 હજારથી વધુ મુસાફરો પ્રતિદિન યાત્રા કરી રહ્યા છે.

પશ્ચિમ રેલવેએ લાખો મુસાફરોને રાહત આપતો નિર્ણય કર્યો છે જેમાં 1 જુલાઈથી 241 જેટલી ટ્રેનના જનરલ કોચમાં રિઝર્વેશન વગર જ મુસાફરી કરી શકાશે જેના માટે કોઈ પણ પ્રકારનું રિઝર્વેશન કરવું નહિ પડે એટલે કે યાત્રિકો પહેલાની જેમ ટ્રેનમાં સામાન્ય રીતે જઈ શકશે. અગાઉ બે વર્ષ પહેલા કોરોના મહામારીને કારણે તમામ ટ્રેનના જનરલ કોચમાં પણ રિઝર્વેશન ફરજિયાત કરી દેવાયું હતું જેના કારણે યાત્રિકોએ જનરલ કોચમાં પણ યાત્રા કરવા માટે પ્રતિ ટિકિટ રૂ.15 રિઝર્વેશન ચાર્જ ચૂકવવો પડતો હતો.

પરંતુ હવે બે વર્ષ બાદ યાત્રિકોને રિઝર્વેશન ચાર્જમાંથી મુક્તિ મળી છે અને જનરલ કોચમાં પણ હવે 72ને બદલે પહેલાની જેમ ગમે તેટલા યાત્રિકો જઈ શકતા હોવાથી હાલ જનરલ કોચમાં પણ 125થી વધુ યાત્રિકો મુસાફરી કરી રહ્યા છે. તહેવારોમાં એક કોચમાં 150થી વધુ યાત્રિકો પણ મુસાફરી કરતા હોય છે.

આવી રીતે સમજો યાત્રિકોને કેવી રીતે લાભ થશે
1 પશ્ચિમ રેલવેની કુલ 241 ટ્રેનમાં જનરલ કોચ રિઝર્વેશન ફ્રી કર્યા છે.
2 એક ટ્રેનમાં મિનિમમ 2 જનરલ કોચ હોય તો 241 ટ્રેનમાં 482 કોચમાં યાત્રિકોને લાભ થશે.
3 એક કોચમાં ઓછામાં ઓછા 72 યાત્રિક બેસે તો 482 કોચમાં 34,704 યાત્રિક યાત્રા કરે.
4 34,704 યાત્રિકને રૂ.15 રિઝર્વેશન ચાર્જમાંથી મુક્તિ મળે તો યાત્રિકોના પ્રતિદિન રૂ. 5,20,560 બચે.
5 એક દિવસમાં રૂ.5,20,560 બચે તો મહિને રૂ. 1.56 કરોડ બચી શકે.
6 જો એક જનરલ કોચમાં 72ને બદલે 100 યાત્રિક મુસાફરી કરે તો મહિને 2.16 કરોડ બચશે.

માસિક પાસધારકો 42 ટ્રેનમાં જ અપ-ડાઉન કરી શક્શે
વેસ્ટર્ન રેલવેની 241 ટ્રેનમાં દરેક યાત્રિકો જનરલ કોચમાં મુસાફરી કરી શકશે પરંતુ જે યાત્રિકો માસિક પાસ ધરાવે છે તેઓ 241 પૈકીની માત્ર 42 ટ્રેનમાં જ અપ-ડાઉન કરી શકશે તેવું રેલવે પ્રશાસને જાહેર કર્યું છે. 42 સિવાયની કોઈપણ ટ્રેનમાં પાસધારકો મુસાફરી નહીં કરી શકે.

અન્ય સમાચારો પણ છે...