ચર્ચાઓ:આજે જનરલ બોર્ડ : ફરી રસવિહિન ચર્ચાઓ થશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના પ્રશ્નોના ફટાફટ જવાબ અપાશે

રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ 18મીએ મળનારું છે. દર બોર્ડમાં પ્રશ્નકાળ સૌથી મહત્વનો હોય છે અને જ્યારે પણ કોંગ્રેસના પ્રશ્નો આગળ હોય છે ત્યારે શાસક પક્ષ તેની ચર્ચા કરવાનો સમય જ ન મળે તે રીતે પ્રશ્નોના લાંબા જવાબ અને પેટા પ્રશ્નોમા કાઢી નાખે છે જેમાં મનપાના અધિકારીઓ તેમનો પૂરો સાથ આપે છે.

ગત જનરલ બોર્ડમાં બીજો જ પ્રશ્ન કોંગ્રેસનો હતો તેથી પહેલા જ પ્રશ્નમાં એક કલાક કાઢવા માટે અનેક તર્ક અધિકારીઓએ લગાવ્યા હતા. જો કે આ વખતે તેવી સ્થિતિ આવશે નહીં. કારણ કે 1થી 14 ક્રમના પ્રશ્નો શાસકપક્ષના જ છે. તેથી બધા કોર્પોરેટરને પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતો સમય છે.

પ્રથમ પ્રશ્ન વોર્ડ નં. 6ના કોર્પોરેટર પરેશ પીપળીયાનો છે જેમાં તેઓએ છેલ્લા 45 દિવસમાં ફૂડ શાખાએ કેટલા નમૂના લીધા તેની વિગતવાર માહિતી માંગી છે તેમજ વ્યવસાય વેરાની પણ વિગત માંગી છે. જ્યારે વિપક્ષી નેતાએ રાજકોટમાં કેટલા માર્ગ પર ખાડા છે અને કેટલા બુરાયા છે તેની વિગતો માંગી છે.

અન્ય સમાચારો પણ છે...