તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Geminids Meteor Showers Will Be Visible From Today, 50 Meteors Will Be Seen Every Hour, With The Highest Meteor Showers Occurring On December 13 And 14.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉલ્કાવર્ષા:જેમિનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો આજથી દેખાશે, દર કલાકે 50 ઉલ્કા જોઈ શકાશે, 13 અને 14 ડિસેમ્બરે સૌથી વધુ ઉલ્કાવર્ષા થતી જોવા મળશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દુનિયાભરના લોકોએ ઓક્ટોબર-નવેમ્બરમાં આકાશમાં ઉલ્કાવર્ષાનો અદભુત આનંદ મેળવ્યા બાદ હવે 2020નો આખરી ઉલ્કાવર્ષાનો નજારો 7થી 16 ડિસેમ્બર સુધી સ્વચ્છ આકાશમાં નરી આંખે જોઈ શકાશે. જેમિનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો દુનિયાભરમાં દેખાશે. દેશ-વિદેશમાં કલાકમાં 10થી 50 અને વધુમાં વધુ 100 ઉલ્કાઓ ખરતી હોવાથી દિવાળીની આતશબાજી જેવા દૃશ્યો સર્જાશે. વિજ્ઞાન જાથાના ડૉ.પંડ્યા જણાવે છે કે, જેમિનીડ્સ ઉલ્કાવર્ષાનો વરસાદ મહત્તમ 13-14 ડિસેમ્બર એમ બે દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધરાત પહેલા અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે.

મોટાભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કાવર્ષા ઉત્તર-પૂર્વ દિશામાં જોવા મળે છે. ખગોળપ્રેમીઓ દરિયાકિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યા પસંદ કરી પડાવ નાખશે. ઇન્ટરનેશનલ મેટિયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી જેવા દૃશ્યો આકાશમાં જોવા મળશે. જેમિનીડ્સ ઉલ્કાવર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસર વરસાદની જેમ પડશે. શરૂઆતમાં રાત્રે દર કલાકે 5થી 10 કરતા વધીને 50થી 100 ઉલ્કા ખરતી જેવા મળશે. તેની ઝડપ પ્રતિ સેકન્ડ 35 કિલોમીટર ઝડપે વધીને 130 કિલોમીટરની થશે. જેમિનીડ્સ ખૂબ ચળકાટ ધરાવવાની સાથે ઝડપથી ફાયરબોલમાં ફેરવાઈ જાય છે. ઉલ્કાવર્ષા પીળા, લાલ અને વાદળી એમ વિવિધ કલરોમાં જોઈ શકાય છે. જેમિનીડ્સ ખરતા તારાનું નિર્માણ 3200 ફાયેથોન તરીકે ઓળખાતા નાનાગ્રહોના ટુકડામાંથી થયું હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો