તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન અભિયાન:રાજકોટમાં 20મી જૂને 10 હજાર ઘરમાં થશે ગાયત્રી યજ્ઞ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ શુદ્ધિકરણનું જન અભિયાન

ભારતની પ્રાચીન, ઋષિ મુનિઓની યજ્ઞ સામગ્રીઓથી પર્યાવરણ, વાયુ શુદ્ધિકરણ વર્તમાન સમયમાં પણ થાય તે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર રાજકોટ જિલ્લા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ગાયત્રી શક્તિપીઠે વાયુ અને પર્યાવરણ શુદ્ધિનું જન અભિયાન હાથ ધર્યું છે. કોરોનાની મહામારીમાંથી મુક્તિ માટે અને લોકોની આરોગ્ય સુખાકારી હેતુ આ અભિયાન શરૂ કરાયું છે. પ્રોજેક્ટ કન્વીનર દિલીપભાઇ જોષીના જણાવ્યા મુજબ હાલ સમગ્ર ભારત દેશ અને ગુજરાત અને રાજકોટમાં કોરોના મહામારીમાંથી લોકો મુક્તિ મેળવે તેવા ઉદ્દેશ સાથે ગાયત્રી હવન આગામી તા.20 જૂનને રવિવાર ગાયત્રી જયંતીએ થવા જઇ રહ્યો છે.

રાજકોટ શહેરમાં 10 હજાર ઘરો સુધી ગાયત્રી યજ્ઞ કિટ પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં 5 શાખાના સભ્યોની ટીમે અત્યાર સુધીમાં નિ:શુલ્ક ધોરણે ઘરે ઘરે ફરી 5 હજાર ગાયત્રી યજ્ઞ કિટ પહોંચાડી છે. ગાયત્રી પરિવારના સભ્યો ઘરે ઘરે ફરી નિ:શુલ્ક યજ્ઞ કિટ વિતરણ કરી રહ્યા છે. નિ:શુલ્ક કિટ મેળવવા ઇચ્છુકો 17 થી 20 જૂન સુધી સવારે 9 થી 11 ગાયત્રી શક્તિપીઠ, 7-વૈશાલીનગર, રૈયા રોડ રાજકોટ તથા વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર, મિલપરા મેઇન રોડ, રાણીંગા વાડીની સામેથીમેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...