તપાસ:લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સદરમાં ઓફિસ ધરાવતા શખ્સનું કૃત્ય

શહેરના રેસકોર્સપાર્ક વિસ્તારમાં રહેતી યુવતી જે ઓફિસમાં નોકરી કરતી હતી તે ઓફિસના જ સંચાલકે પોતે પરિણીત હોવાની વાત છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી અલગ ફ્લેટમાં રાખી દુષ્કર્મ આચર્યું હતું. રેસકોર્સપાર્ક વિસ્તારમાં રહેતી 31 વર્ષની યુવતીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કૃષ્ણનગર મેઇન રોડ પરની ગોકુલધામ સોસાયટીમાં રહેતા ચેતનસિંહ એન. નકુમ અને તેન ભાઇ અલ્પેશ એન. નકુમના નામ આપ્યા હતા.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અપરિણીત છે, ચેતનસિંહ નકુમ સદર વિસ્તારમાં ઓફિસ ધરાવે છે, યુવતી વર્ષ 2020માં તેની ઓફિસમાં નોકરી પર રહી હતી, નોકરીના થોડા દિવસો બાદ ચેતનસિંહે પોતે કુંવારો છે અને લગ્ન કરશે તેવી વાત કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને રેસકોર્સપાર્કમાં ફ્લેટ ભાડે રાખી બંને સાથે રહેતા હતા. ચેતનસિંહ પરિણીત હોવાની યુવતીને જાણ થતાં બંને વચ્ચે બોલાચાલી થતાં યુવતીને ફ્લેટમાં એકલી મૂકી આરોપી ચેતનસિંહ નાસી ગયો હતો, યુવતીએ આ અંગે ફરિયાદ કરવાનું કહેતા ચેતનસિંહનો ભાઇ અલ્પેશ ત્યાં ધસી ગયો હતો અને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી યુવતીને આપી હતી, અંતે યુવતીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...