લાગણીસભર દૃશ્યો:રાજકોટની સોરઠિયાવાડી ગરબી 12 વાગ્યા પછી પણ ચાલુ રહેતા પોલીસ પહોંચી, આયોજકની અટકાયત કરી, પોલીસ સ્ટેશનમાં બાળા રડી પડી, અંતે છૂટકારો

રાજકોટ3 મહિનો પહેલા
સોરઠિયાવાડી ગરબી મંડળ દ્વારા 12 વાગ્યા પછી પણ ગરબી ચાલુ હોવાથી પોલીસ પહોંચી અને આયોજકની અટકાયત કરતા બાળા રડી પડી.
  • ગુસ્સામાં રહેલી બાળાએ કહ્યું- બીજે ક્યાંય બંધ કરાવવા કેમ નથી જતા અહીંયા જ કેમ આવો છો?
  • રડતા રડતા બાળા ગુસ્સે ભરાય અને મહિલા પોલીસના હાથને ધક્કો પણ માર્યો હતો

કોરોનાના નહિવત કેસ ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શેરી-ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જેના માટે જાહેરનામું બહાર પાડી કેટલાક નિયમોનું પાલન કરવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાજકોટના સોરઠિયાવાડી સર્કલ નજીક ગઇકાલે આઠમના દિવસે સોરઠિયાવાડી ગરબી મંડળ દ્વારા રાતના 12 વાગ્યા પછી પણ ગરબા લેવામાં આવી રહ્યા હતા. આથી ભક્તિનગર પોલીસ આયોજક સમક્ષ પહોંચી હતી અને જાહેરનામા ભંગ થતો હોવાનું જણાવ્યું હતું. જોકે આયોજકની અટકાયત કરતા ગરબીના અન્ય આયોજકો અને બાળાઓ પોલીસ કમિશનર ઓફિસ અને બાદમાં ભક્તિનગર પોલીસ ખાતે પહોંચી હતી. અહીં એક બાળા રડી પડતા સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. પોલીસે નિયમોનું પાલન કરવા આયોજકોને અપીલ કરી હતી.

આયોજકે પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સમક્ષ બે હાથ જોડી માફી માગી.
આયોજકે પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સમક્ષ બે હાથ જોડી માફી માગી.

આયોજકો અને બાળાઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી
રાજકોટના સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલા માટેલ ચોક સ્થિત સોરઠિયાવાડી ગરબી મંડળ દ્વારા રાત્રિના 12 વાગ્યા બાદ પણ ગરબી ચાલુ રાખતા પોલીસે ગરબીના આયોજકની અટકાયત કરી હતી. આથી મામલો ઉગ્ર બન્યો હતો અને બાળાઓ રડી પડી હતી. આ દરમિયાન ગરબીના અન્ય આયોજકો અને બાળાઓ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે અને બાદમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.

બાળાઓ અને અન્ય આયોજકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.
બાળાઓ અને અન્ય આયોજકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.

દરેક લોકોને સરખો ન્યાય આપવા આયોજકોએ માંગ કરી હતી
અન્ય આયોજકોની એક માંગ હતી કે કોઈ પણ સામે ફરિયાદ દાખલ ન કરે અને કોઈ સાથે અન્યાય ન કરે. દરેક લોકોને સરખો ન્યાય આપી માતાજીની આરાધના કરવા દેવામાં આવે. જોકે, આ સમયે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડતા લોકો પરત પોતાના ઘરે ફર્યા હતા અને પોલીસ દ્વારા તમામ લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

બાળા ગુસ્સે ભરાયને મહિલા પોલીસના હાથને ધક્કો મારી દીધો.
બાળા ગુસ્સે ભરાયને મહિલા પોલીસના હાથને ધક્કો મારી દીધો.

બાળાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો
માટેલ ચોક સ્થિત ગરબી બંધ કરાવવા જતા બાળાના આંખમાં આંસુ આવી ગયા હતા અને બીજે ક્યાંય બંધ કરાવવા કેમ નથી જતા અહીંયા જ કેમ આવો છો તેવું કહ્યું હતું. ઉલેખ્ખનીય છે કે પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સમજાવટ કરતા ગુસ્સામાં રહેલી બાળાએ મહિલા પોલીસના હાથને ધક્કો પણ માર્યો હતો. પરંતુ સાથે રહેલા આયોજકોએ બાળાને આમ ન કરવા અને શાંત રહેવા જણાવ્યું હતું.

પોલીસ આવતા જ કેટલીક બાળાઓ રડવા લાગી હતી.
પોલીસ આવતા જ કેટલીક બાળાઓ રડવા લાગી હતી.
અન્ય સમાચારો પણ છે...