આરોગ્યના દરોડા:રાજકોટમાં ગીર ગામઠી રેસ્ટોરાંમાં ગંદકીના ગંજ મળ્યા, હાઇજીન બાબતે નોટિસ ફટકારાઈ, મીઠા અને ફરસાણના નમૂના લેવાયા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

દિવાળીનાં તહેવારમાં લોકો ખાણી-પીણીનું ચલણ જોવા મળે છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક છે. જ્યાં આરોગ્ય વિભાગે ચેકીંગ હાથ ધરતા નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગીર ગામઠી -કાઠિયાવાડી ઝાયકામાંથી ગંદકીના ગંજ જોવા મળ્યા હતા. સ્વચ્છતાનો સદંતર અભવ હતો અને ડાઈનિંગ એરિયામાંથી આરોગ્યની દ્રષ્ટિએ વાંધાજનક ધૂળ-ચીકાશ તેમજ બિન જરૂરી ખોરાક મલઈ આવતો હતો. જેથી મનપા દ્વારા હાઇજીન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત અને ફરસાણના 24 જેટલા નમૂના પણ લેવામાં આવ્યા હતા.

આ મીઠાઈ આરોગ્ય માટે હાનિકારક
મનપાનાં દરોડા દરમિયાન ફૂડ શાખાના અધિકારીઓ કેમિકલ દ્વારા ટેસ્ટ કરતા માલુમ પાડ્યું કે મીઠાઈમાં સ્ટાર્ચનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જે કારણે મીઠાઈ વજનદાર બને છે. જોકે સ્ટાર્ચવાળી મીઠાઈ ખાવાથી પેટમાં દુખાવો અને એલર્જી થવાની શક્યતાઓ વધે છે. દિવાળીપૂર્વે રાજકોટ મનપા દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. અનેક વિસ્તારોના મીઠાઈ અને ફરસાણના દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

લોકોને પણ જાગૃત રહેવાની અપીલ
મીડિયા સાથે વાત કરતા મનપા અધિકારી પંચાલ દ્વારા જણાવાયું હતું કે, દિવાળીના તહેવાર નિમિત્તે રાજકોટ વાસીઓ મીઠાઈઓ અને ફરસાણની ખરીદી કરતા હોય છે. ત્યારે રાજકોટ મનપાનાં ફૂડ વિભાગની ટીમ સક્રિય થઇ કડક કામગીરી કરી રહી છે. જેના કારણે લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવી શકાય. આ સાથે લોકોને પણ જાગૃત રહેવાની અપીલ તેમણે કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, આ દરોડા દરમિયાન જ્યાં અખાદ્ય ખોરાક મળી આવશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે.